હાલના સમયમાં લગ્ન થયા હોવા છતાં બીજા અન્ય વ્યક્તિ સાથે પ્રેમ-સંબધ થવો એક સામાન્ય બાબત થઇ હતી છે.આવા પ્રેમ-સબંધમાં નાત-જાત અને ઉમર પણ જોતા નથી. વડોદરા ખાતે એક ઘટના સામે આવી છે.જેમાં જાણવા મળી રહ્યું છે કે બે સંતાનોની માતા ૧૮ વર્ષના એક પ્રેમી સાથે ભાગી ગઈ હોવાનું સામે આવ્યું હતું
આ ઉપરાંત ૪ તોલા સોનું લઈને ભાગી ગઈ હતી.પતિને પત્નીની ભાળ ન મળતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી.મળતી માહિતી અનુસાર ન્યુ વીઆઈપી રોડ પર ખોડીયારનગરની પાછળ આવેલી સોસાયટીમાં રહેતા યુવકના લગ્ન ૫ વર્ષ પહેલા એક યુવતી સાથે થયા હતા.૫ વર્ષના લગ્ન જીવનમાં બંનેને જોડિયા સંતાન હતા.
જેમાં એક દીકરી અને દીકરો છે.પત્નીએ પોતાના હાથ પર પતિના નામનું ટેટુ પણ કરાવ્યું હતું.ફરિયાદીના પરિવારજનોએ જણાવ્યું હતું કે ધો.૧૨ પાસ ૨૪ વર્ષીય યુવતીને તેનાથી નાની ઉમરના ધો.૧૦ નાપાસ એક યુવક સાથે પ્રેમ થઇ ગયો હોવાની વાત છેલ્લા કેટલાક સમયથી અમારા ધ્યાનમાં આવી હતી.
યુવતી એકલી હોય ત્યારે યુવક મળવા પણ આવતો હતો.આ ઉપરાંત પરિવારના લોકોએ જણાવ્યુ હતું કે યુવક કમાતો નથી અને કોઈ બેંક બેલેન્સ પણ નથી તેવી માહિતી તેના માતાપિતા પાસેથી જાણવા મળી હતી.યુવતી ૪ તોલાના દાગીના લઈને ઘરેથી નીકળી હતી, પહેલા બંને માંડવી ગયા અને ત્યાં એક જવેલર્સની દુકાને દાગીના વેચીને દોઢ-બે લાખ રૂપિયા મેળવ્યા હોવાની આશંકા છે.
૧૮ નવેમ્બરના રોજ બાપોદ પોલીસ ચોપડે પરણીતા બે સંતાનો સાથે ઘરેથી ફરાર થવાની વિગતો દર્શાવવામાં આવી હતી.પરંતુ પોલીસે કોઈ કારણસર વિગતો ચોપડે ચડાવી ન હતી.પરિવારે પોલીસ કમિશનરને અરજી કરી પત્ની અને બાળકો શોધી આપવા વિનંતી કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.