કોરોનાની બીજી લહેરમાં પણ ભારતીય શેર બજારની સ્થિતિ સારી રહી છે. એનું જ પરિણામ છે કે કંપનીઓના સ્ટોક્સ મલ્ટીબેગરમાં પરિવર્તિત થયા છે. એવી જ એક કંપની છે રઘુવીર સિન્થેટીક્સ.
રઘુવીર સિન્થેટિક્સના શેરના ભાવમાં થયો જબરદસ્ત વધારો
છેલ્લા 6 મહિનામાં રઘુવીર સિન્થેટિક્સના એક શેરના ભાવ 20 રૂપિયાથી વધી 600.40 રૂપિયા પહોંચી ગયા છે. ખુબ જ ટૂંકા સમયમાં લગભગ 30 ગણા જેટલો વધારો નોંધાયો છે. છેલ્લા એક અઠવાડિયામાં જ 21.5 ટકાના વધારા સાથે આ મલ્ટીબેગર શેરના ભાવ 494થી વધીને 600 રૂપિયાપહોંચી ગયા છે. ગત એક સપ્તાહના છેલ્લા 5 ટ્રેડિંગ સેશનમાં ટેક્સટાઇલ શેરમાં 5 ટકાનો વધારો નોંધાયો છે.
1 મહિનામાં 216 થી 600 રૂપિયા પહોંચ્યા ભાવ
રઘુવીર સીન્થેટિકસે શેરમાર્કેટમાં ધૂમ મચાવી છે. છેલ્લા એક મહિનાની વાત કરવામાં આવે તો આ કંપનીના શેરના ભાવ રૂપિયા 216થી વધીને 600 પહોંચ્યા છે અને 175 ટકાનો વધારો નોંધાયો છે. આજ રીતે છેલ્લા 6 મહિનાની વાત કરવામાં આવે તો 6 માસ પહેલા આ શેરનો ભાવ માત્ર 20 રૂપિયા હતો જે આજે 600 રૂપિયા પહોંચી ગયો છે અને જે અધધ 2900 ટકાનો વધારો નોંધાયો છે.
6 મહિનામાં 1 લાખના થયા 30 લાખ
રઘુવીર સીન્થેટિકસમાં રોકાણની રકમના આધારે વાત કરવામાં આવે તો જેમણે 1 અઠવાડિયા પહેલા 1 લાખ રૂપિયા રોક્યા છે તેમના શેરના ભાવ હાલ 1.21 લાખ રૂપિયા પહોંચી ગયા. એ જ રીતે એક મહીના પહેલા જેમણે 1 લાખ રોક્યા હશે તેમના 2.75 લાખ થયા છે અને 6 મહિના પહેલા રોકાણ કરનારના 1 લાખના શેરના ભાવ 30 લાખ પહોંચી ગયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.