શાળા બંધ કરાવવા માટે થઈને એક વિદ્યાર્થીએ શાળાની પાણીની બોટલ ની અંદર ઝેર ભેળવી દીધું, 20 વિદ્યાર્થીઓની હાલત બગડી ગઈ

ઓડિશામાં સ્કૂલ બંધ કરાવવા માટે થઈને એક વિદ્યાર્થીએ 20 જેટલા વિદ્યાર્થીઓના જીવ જોખમમા મુકી દીધા હતા. આ ઘટના વેસ્ટર્ન ઓડિશાની એક હાયર સેકન્ડરી સ્કૂલમાં બની છે. કહેવાય છે કે, બુધવાર બપોર બાદ કામાગાંવ હાયર સેકન્ડરી સ્કૂલની હોસ્ટેલમાં રહેતા 2 વિદ્યાર્થીઓને પાણી પીધા બાદ ગભરામણ અને ઉલ્ટીઓ થવાની ફરિયાદ આવી હતી.

આપને જણાવી દઈએ કે, સ્કૂલ બારગઢ જિલ્લાના ભાટ્લી બ્લોકમાં આવેલી છે. જે બે વિદ્યાર્થીઓએ પહેલા તબિયત ખરાબ થવાની ફરિયાદ કરી હતી, તેમણે રૂમમાં રાખેલી પ્લાસ્ટિકની એક બોટલમાંથી પાણી પીધું હતું.

ત્યાર બાદ થોડા જ કલાકોમાં હોસ્ટેલમાં રહેતા અન્ય 18 વિદ્યાર્થીઓને પણ ગભરામણ અને ઉલ્ટીઓ થવાની ફરિયાદ આવી. આ તમામ 11માં ધોરણમાં ભણતા હતાં. દરેક વિદ્યાર્થીએ તે બોટલમાંથી પાણી પીધું હતું. ત્તાત્કાલિક પ્રશાસને આ વિદ્યાર્થીઓને સ્થાનિક હોસ્પિટલમાં ભરતી કરાવ્યા. આ વિદ્યાર્થીની સારવાર કરી રહેલા તબીબે કહ્યું કે, તમામ વિદ્યાર્થી સલામત છે, પણ આ તમામને રવિવારે બપોર સુધી દેખરેખ હેઠળ રાખવામાં આવશે. બારગઢના મુખ્ય તબીબ અધિકારી અરુણ કુમાર પાત્રાએ કહ્યું કે, આ તમામ વિદ્યાર્થીઓએ કીટનાશક ભેળવેલું પાણી પી લીધું હતું.

એટલા માટે ઉપરના આંતરડા સુધી સફાઈ કરવી પડી જેથી ઝેરનો કોઈ અંશ પાચનની અંદર ન જઈ શકે. આ મામલો સામે આવ્યા બાદ સ્કૂલ પ્રશાસનમાં હડકંપ મચી ગયો હતો. પ્રશાસને તાત્કાલિક તપાસ શરૂ કરી. તપાસમાં ખુલાસો થયો કે, 16 વર્ષિય આર્ટ્સના એક વિદ્યાર્થીએ બગીચામાં પડેલી જંતુનાશક દવાને પાણીમાં ભેળવી દીધી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.