રવિ શાસ્ત્રીના મતે 2019ના વર્લ્ડ કપ ની અંદર આ ખેલાડીને ન લેવો એ ભૂલ હતી

ભારતીય ટીમના પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ ટીમ સિલેક્શન પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે પોતાના એક હાલના ઇન્ટરવ્યૂમાં વર્ષ 2019ના વર્લ્ડ કપ માટે થયેલી ટીમ સિલેક્શન પર પણ ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે 3 વિકેટકીપરની જગ્યાએ અંબાતી રાયડુ કે શ્રેયસ ઐય્યરને ચાન્સ આપી શકાતો હતો. એ સમયે એમ.એસ.કે. પ્રસાદ મુખ્ય સિલેક્ટર હતા. વર્ષ 2017મા ભારતના હેડ કોચ બનેલા રવિ શાસ્ત્રીનો કાર્યકાળ વર્ષ 2021 T20 વર્લ્ડ કપ બાદ સમાપ્ત થઈ ગયો છે. તેને પોતાના કોચિંગની સફરને લઈને એક એગ્રેજી અખબારને આપેલી ઇન્ટરવ્યૂમાં કેટલાક ખુલાસા કર્યા છે.

તેમણે અંબાતી રાયડુને વર્ષ 2019મા વર્લ્ડ કપ સ્ક્વોડમાં સામેલ ન કરવાને લઈને પણ કેટલીક વાતો કહી હતી. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે વર્ષ 2019મા વર્લ્ડ કપમાં અંબાતી રાયડુને કેમ ડ્રોપ કરવામાં આવ્યો હતો? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે તેમાં મારો કોઈ હાથ નહોતો પરંતુ હા ત્રણ વિકેટકીપર હોવાની વાત સમજમાં આવી નહોતી. મહેન્દ્ર સિંહ ધોની હોવા છતા રિષભ પંત અને દિનેશ કાર્તિક બંનેની જરૂરિયાત નહોતી. અંબાતી રાયડુ કે શ્રેયસ ઐય્યરે પણ ટીમમાં હોવું જોઈતું હતું.

પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ આગળ કહ્યું હતું કે હું ક્યારેય સિલેક્ટર્સ વચ્ચે હસ્તક્ષેપ નથી કરતો જ્યાં સુધી મને મારા વિચાર પૂછવામાં આવતા નહોતા કે પછી જનરલ ડિસ્કશનનો હું હિસ્સો છું તો. રવિ શાસ્ત્રીએ આ ઇન્ટરવ્યૂમાં કેટલાક સવાલોના જવાબ આપ્યા હતા. તેમણે વર્ષ 2019ના વન-ડે કપ અને વર્ષ 2021ની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં મળેલી હાર પર દુઃખ વ્યક્ત કર્યું. એ સિવાય વિરાટ કોહલી સાથે પોતાના સ્પેશિયલ બોન્ડ સહિત ક્યારેય ICC ટ્રોફી ન જીતવા પર દુઃખ વ્યક્ત કર્યું.

તેમણે હાલમાં જ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ભારતીય ટીમને ગાબા ક્રિકેટ ગ્રાઉન્ડ પર મળેલી ઐતિહાસિક જીત બાબતે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે ગાબા ટેસ્ટને હંમેશાં યાદ રાખવામાં આવશે. તે આ સદીની સૌથી ખાસ મેચોમાંથી એક છે. ત્યાં અમારી સામે ઘણી મુશ્કેલીઓ હતી, લિમિટેડ પ્લેયર, ઇજાની સમસ્યા, ક્વોરેન્ટાઇન નિયમ વગેરે. સામે હતી ઓસ્ટ્રેલિયાની તાકતવર ટીમ એટલે આ ટેસ્ટ આ સદીની સૌથી ખાસ ટેસ્ટ મેચ રહી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.