રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે અત્યાર સુધીમાં ઘણા લોકોએ અકસ્માતમાં પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે મોડાસા તાલુકાના ગઢડા ગામની સીમા નજીક અકસ્માત ની ઘટના બની છે તેમાં એક વ્યક્તિ નું મોત નીપજ્યું છે.
મળતી માહિતી અનુસાર મોડાસા ગામ ની સીમા પાસે એક કાર અને બાઈક વચ્ચે જબરદસ્ત ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. મોડાસા તાલુકાના ગઢડા ગામે રહેતા બીપીન પટેલ ખેતરના કામકાજથી રાજેન્દ્ર નગર ચોકડી તરફના રોડ ઉપર ગઢડા ગામની સીમમાં પોતાની બાઇક લઇને જઇ રહ્યા હતા ત્યારે તેમનું અકસ્માત થયું હતું.
મળતી માહિતી પ્રમાણે કારચાલકે બીપીન ભાઈ ની બાઈક ને જબરદસ્ત ટક્કર લગાવી હતી અને ત્યારબાદ કાર ઘટનાસ્થળે મૂકીને ફરાર થઇ ગયો હતો. આ અકસ્માતમાં બાઇક પર સવાર બીપીનભાઈ અને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.
તે માટે તેને સારવાર માટે તાત્કાલીક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે તેમને અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા પરંતુ અમદાવાદ સારવાર દરમિયાન મોત થયું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.