ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે રાજ્યમાં ઠંડી વધવાનું શરૂ થયું છે. જાણીતા પ્રવાસન સ્થળ માઉન્ટ આબુમાં રાત્રિનું તાપમાન સતત બીજા દિવસે શૂન્ય ડિગ્રી નોંધાયું છે. રસ્તા, કાર, વૃક્ષો પર બરફના પડ જામી ગયા છે. ગુજરાતમાં નલીયામાં આજે ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો હતો. હવામાન ખાતાએ અમદાવાદમાં 14મીથી ઠંડી વધવાની આગાહી કરી છે. જ્યારે ખાનગી હવામાન એજન્સીએ અમદાવાદમાં 15મીથી તીવ્ર ઠંડી પડશે અને 17મીએ 10 ડિગ્રી થવાની આગાહી કરી છે. અમદાવાદમાં દિવસ પ્રમાણમાં હુંફાળો રહ્યો હતો પરંતુ રાત્રે ઠંડીનો જોરદાર ચમકારો લોકો અનુભવી રહ્યાં છે.
ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં પણ ઠંડીનો પારો વધ્યો છે. સતત બીજા દિવસે પણ માઉન્ટ આબુમાં રાત્રિ દરમ્યાન તાપમાન 0 ડિગ્રીએ પહોંચ્યું છે. દિવસનું તાપમાન 18 ડિગ્રી નોંધાયું છે. માઉન્ટઆબુમાં રસ્તાઓ, કાર, ઝાડના પાંદડા પર બરફ્ના થર જોવા મળ્યા હતા. અત્યારે માઉન્ટમાં સહેલાણીઓમાં નવયુગલોનો ધસારો વધુ જોવા મળી રહ્યો છે. લોકો માઉન્ટમાં જામેલા બરફ્ના થર પર ફ્રવાનો આનંદ માણતા જોવા મળ્યાં હતા.
હવામાન ખાતાની આગાહી મુજબ સમગ્ર રાજ્યમાં આગામી 24 કલાક સુધી વાતાવરણ શું રહેશે. ઉત્તર-પૂર્વ દિશાના પવન ફૂંકાશે. આ સિવાય હવામાન ખાતાએ કોઈ આગાહી કરી નથી. હવામાન ખાતાની આગાહી મુજબ અમદાવાદમાં 13મીએ 16, 14 અને 15મીએ 15, 16 અને 17મીએ 14 અને 18મીએ 13 ડિગ્રી ઠંડી રહેશે. જ્યારે ખાનગી હવામાન એજન્સીના મતે 13મીએ 16, 14મીએ 15, 15મીએ 12, 16મીએ 11, 17મીએ 10 અને 18મીએ 12 ડિગ્રી ઠંડી રહેશે. આ જ રીતે ગાંધીનગરમાં 13 અને 14મીએ 14, 15મીએ 11, 16 થી 18મી સુધી 10 ડિગ્રી ઠંડી રહેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.