ભારતીય ઈલેક્ટ્રિક કાર માર્કેટ એક ચોક્કસ સ્પીડથી મોટું થઈ રહ્યું છે. એની સામે ઈલેક્ટ્રિક કારનું વેચાણ પણ વધી રહ્યું છે. હજુ પણ વધુ ઝડપથી વધવાની અપેક્ષા છે. કારણ કે, ઘણા મોરચે ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાની તૈયારી ચાલી રહી છે. આવી સ્થિતિમાં ઘણી કાર કંપનીઓ પોતાની ઈ-કાર ઈલેક્ટ્રિક વ્હીકલ માર્કેટમાં લોન્ચ કરી રહી છે. એક રીપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મારુતિ સુઝુકી પણ ભારતમાં ઇલેક્ટ્રિક કાર લાવવા જઈ રહી છે. કંપની તેના પર કામ કરી રહી છે. આ કંપનીની લોકપ્રિય કાર Wagon Rનું ઇલેક્ટ્રિક વર્ઝન હોઈ શકે.
મારૂતી સુઝુકી ઈન્ડિયા ભારતમાં Wagon Rનું ઈલેક્ટ્રિક વર્ઝન માર્કેટમાં રજૂ કરવાની તૈયારી કરી રહી છે. એક અંગ્રેજી અખબારના રીપોર્ટ અનુસાર કંપનીએ 2018 માં આ EV વિશે જાહેરાત કરી હતી. પરંતુ અત્યાર સુધી કંપનીએ કોઈ EV મોડલ લોન્ચ નથી કર્યું. તાજેતરના એક રીપોર્ટ અનુસાર, મારૂતી સુઝુકી ઈન્ડિયા વર્ષ 2025 સુધીમાં ભારતમાં તેની પહેલી EV કાર Wagon Rના રૂપમાં લાવી શકે છે. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે જાહેરાત કરી છે કે અમે વર્ષ 2025 સુધીમાં EV લોન્ચ કરીશું.
આ પ્રોટોટાઈપ માટે ડેવલપમેન્ટ અને ટેસ્ટિંગ શેડ્યૂલ મુજબ ચાલી રહ્યું છે. આ દરમિયાન, ગુજરાતમાં તોશિબા અને ડેન્સો સાથે સુઝુકીના સંયુક્ત સાહસનો ખર્ચ રૂ. 1,200 કરોડ થશે. ભારતની પ્રથમ લિથિયમ-આયન સેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ મોટા રોકાણ સાથે કાર્યરત કરવામાં આવ્યો છે અને ટ્રાયલ પ્રોડક્શન ચાલુ છે. કંપનીની મુખ્ય ચિંતા EVની કિંમત નક્કી કરવાની છે. એવી આશંકા છે કે EVની કિંમત રૂ.10-12 લાખની નજીક અથવા તેનાથી વધુ હોઈ શકે છે. Tata Tigor EV અત્યારે માર્કેટમાં રૂ.12 લાખ રૂપિયામાં મળી રહે છે, Tata Nexon EV લગભગ રૂ.14 લાખમાં મળે છે.
જોકે, વધી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવને ધ્યાને લઈને ઘણા બધા લોકો ઈ વ્હિકલ્સ તરફ વળ્યા છે. બીજી તરફ દેશના મહાનગરમાં ઈ વ્હીકલ્સને વેગ આપવા માટે ઈ ચાર્જિંગ સ્ટેશન સુધીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દિલ્હી જેવા મહાનગરમાં બેટરી પર દોડતા ટુ વ્હિલર્સ વધી રહી છે. જ્યારે દિલ્હી જેવા શહેરમાં આ આંકડો ખૂબ મોટો છે. આ સમગ્ર મહાનગરની માર્કેટને ધ્યાને લઈ અને ઓટો કંપનીઓ ઈ વ્હિકલ્સ બાજુ વળી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.