ટ્રેન દુર્ઘટનામાં મરનારા લોકોના સમાચાર અવાર-નવાર આવતા હોય છે. જેમાંથી અમુક સમાચાર એવા હોય છે જે તમને લાગણીશીલ કરે છે અને લાંબા સમય સુધી તમારા મગજમાં રહયા કરે છે.
ટ્રેન દુર્ઘટનામાં એક યુવતીએ 3 વર્ષના બાળકનો જીવ બચાવ્યો
ફોઈએ ભત્રીજાને બચાવવા માટે ટ્રેનના પાટામાંથી કાઢવાનો પ્રયત્ન કર્યો
આખરે કોઈ માર્ગ ના જડતા ફોઈ ભત્રીજાની ઉપર સૂઈ ગઈ
ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં એક આવી ઘટના સામે આવી છે. જેનાથી તમને રડવુ આવશે. ટ્રેન દુર્ઘટનામાં એક યુવતીએ પોતાનો જીવ આપીને 3 વર્ષના બાળકનો જીવ બચાવ્યો છે. જે તેનો ભત્રીજો હતો. આ દુર્ઘટના ફોઈ-ભત્રીજાના પ્રેમની મિસાલની જેમ છે. મુરાદાબાદમાં 3 વર્ષનો બાળક રેલવે લાઈનમાં ફસાઈ ગયો હતો તે સમયે સામેથી તિવ્ર ગતિમાં ટ્રેન આવી રહી હતી. 20 વર્ષની ફોઈએ ભત્રીજાને બચાવવા માટે ટ્રેનના પાટામાંથી કાઢવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તે નિષ્ફળ રહી. આખરે ભત્રીજાને બચાવવાનો કોઈ માર્ગ ના દેખાતા ફોઈ ભત્રીજા પર સૂઈ ગઇ. થોડી સેકન્ડમાં ફોઈ-ભત્રીજાની ઉપરથી ટ્રેન પસાર થઇ ગઇ અને ફોઈના શરીરના 4 ટુકડા થઇ ગયા. જોકે, દુર્ઘટનામાં ભલે ફોઈના શરીરના ટુકડા થઇ ગયા. પરંતુ ભત્રીજાનો જીવ બચી ગયો.
રિપોર્ટસ મુજબ, 20 વર્ષની શશિબાલા મુરાદાબાદના કુંદરકી પોલીસ સ્ટેશન વિસ્તારના હુસૈનપુર ગામમાં રહેતી હતી અને લગ્નમાં જવા માટે નિકળી હતી. લગ્નની વિધી પૂર્ણ થયા બાદ જ્યારે દરેક લોકો પાછા આવી રહ્યાં હતા ત્યારે પુલ પર રેલવે ટ્રેકમાં 3 વર્ષના બાળક આરવનો પગ ફસાઈ ગયો અને સામેથી ટ્રેન આવી ગઇ. બાળકને બચાવવા માટે શશિકાલે એટલો ખતરનાક નિર્ણય લીધો અને પોતાનો જીવ આપી ભત્રીજાનો જીવ બચાવ્યો. દુર્ઘટના ઘટ્યા બાદ આખો પરિવાર શોકમાં છે અને લગ્નવાળા ઘરમાં શોકનો માહોલ છવાયો છે. આ ઘટનામાં ભત્રીજો આરવ થોડો ઘાયલ થયો છે અને તેની સારવાર ચાલી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.