પોલીસ ભરતીમાં દોડ પૂર્ણ નહીં કરી શકતા રાજકોટના એક યુવકે આપઘાત કરી લેતા શોક ની લાગણી પ્રસરી ગઈ છે.

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયગાળાથી આપઘાતની ચકચરી ઘટનાઓ છાશવારે પ્રકાશમાં આવી રહી છે. ત્યારે પોલીસ ભરતીની દોડમાં એક યુવક નાપાસ થતાં મોતને વ્હાલું કરી લીધાના અહેવાલો મળતા હડકંપ મચી જવા પામ્યો છે.

મૃતક યુવક સાજડિયાળી ગામનો રહેવાસી હતો.

રાજ્યમાં હાલ સરકારી ભરતીની સિઝન ચાલી રહી છે જેમાં ખાસ કરીને પોલીસ ભરતીને લઈને યંગસ્ટર્સમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, એવામાં રાજકોટથી ભરતી માટે મહેનત કરી રહેલા યુવાને પરીક્ષામાં નાપાસ થતાં નાસીપાસ થઈને અંતે આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચ્યો છે.

26 વર્ષના યુવાને ગુજરાત પોલીસમાં ભરતી થવા માટે ફોર્મ ભર્યું હતું. પરંતુ શારીરિક પરીક્ષા આપતી વખતે દોડ નિયમ સમયગાળામાં પુર્ણ ન કરી શકતા નાસીપાસ થઇને ઝેરી દવા પી જિંદગીની સફરનો અંત આણી લીધો હતો.

મળતી વિગતો પ્રમાણે, લીલી સાજડિયાણી ગામના યુવાન નિકુંજ મકવાણાએ ઝેરી દવા પીને મોતને વ્હાલું કર્યું હતું.અને ખોબા જેવડા ગામડામાં જુવાનિયાએ આપઘાત કરી લેતાં શોકનું મોજું ફરી વળ્યું છે. નોંધનીય છે કે, પોલીસ ભરતી પ્રક્રિયામાં દોડમાં નાપાસ થતા યુવકે ગઇ કાલે ઝેરી દવા પીધી હતી અને સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.