કરનની જોહરની પાર્ટીમાંથી કોરોના ફેલાયો:પાર્ટીમાં સામેલ 4 લોકો પોઝિટિવ; BMCનો કરીના-અમૃતાનાં બિલ્ડિંગમાં ટેસ્ટિંગ કેમ્પ, RT-PCR વગર કોઈ બહાર જઈ શકશે નહીં
BMCએ કરીનાને સુપરસ્પ્રેડર કહેતાં જ એક્ટ્રેસે દોષનો ટોપલો બીજાને માથે ધોળી દીધો હતો
કરીના કપૂર તથા બેસ્ટ ફ્રેન્ડ અમૃતા અરોરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ BMC અલર્ટ થઈ ગયું છે. બંને એક્ટ્રેસીસનાં બિલ્ડિંગમાં કોરોના ટેસ્ટિંગ કેમ્પ શરૂ કરવાનું BMCએ નક્કી કર્યું છે. BMCએ કરીના કપૂર-અમૃતાનાં ઘર સેનિટાઇઝ કર્યાં છે. હવે કરન જોહરનું ઘર સેનિટાઇઝ કરશે. કરનની પાર્ટીમાં સામેલ થનાર કરીના-અમૃતા પહેલાં સલમાનની ભાભી સીમા ખાન તથા સંજય કપૂરની પત્ની મહિપ કપૂરનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
BMCએ કરીના તથા અમૃતાનાં બિલ્ડિંગના કમ્પાઉન્ડ તથા ઘરને સેનિટાઇઝ પણ કર્યું છે. કરીના કપૂર તથા અમૃતા અરોરાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ BMCએ આખી બિલ્ડિંગ સીલ કરી દીધી છે. BMCની ટીમ આસપાસના ફ્લેટ્સમાં રહેતા તમામ લોકોના ટેસ્ટ કરી રહ્યું છે. મંગળવાર, 14 ડિસેમ્બરના રોજ બપોરના 12 વાગ્યા સુધીમાં 20થી વધુ સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા હતા અને આ તમામના RT PCR ટેસ્ટ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે ફિલ્મમેકર કરન જોહરના ઘરને પણ સેનિટાઇઝ કરવામાં આવ્યું છે. કરન જોહરનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
BMCની બે ટીમ બિલ્ડિંગમાં રહેતા લોકોના RT PCR કરે છે. હાલમાં બિલ્ડિંગમાં રહેતી એક પણ વ્યક્તિને ટેસ્ટ કર્યા વગર બહાર જવા દેવામાં આવી નથી..
કરીનાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘મારો કોવિડ 19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું આઇસોલેશનમાં છું અને તમામ મેડિકલ પ્રોટોકોલ ફોલો કરી રહી છું. મારા સંપર્કમાં આવનારા તમામ લોકોને હું વિનંતી કરું છું કે તેઓ કોરોનાનો ટેસ્ટ કરાવે. મારો પરિવાર તથા મારો સ્ટાફ ડબલ વેક્સિનેટેડ છે. હાલમાં તેમનામાં કોઈ લક્ષણ નથી. હું આભારી છું કે મને અત્યારે સારું છું. જલદીથી ઠીક થઈ જઈશ.’ અમૃતા અરોરાએ પણ આ જ રીતની પોસ્ટ સો.મીડિયામાં શૅર કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.