ગ્રામપંચાયત ની ચૂંટણીમાં મોડેલની ઉમેદવારી:મુંબઈની મોડેલ તેના વતન કાવિઠામાં સરપંચની ચૂંટણી લડશે.

છોટાઉદેપુર જિલ્લામાં પંચાયતની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. ત્યારે મુંબઈની મોડેલ પણ વતનમાં સરપંચપદ માટે ચૂંટણી લડવાનો નિર્ધાર કરીને ચૂંટણી મેદાનમાં ઊતરી ગઈ છે. છોટાઉદેપુરના સંખેડા તાલુકાના કાવીઠા ગામમાં પહેલીવાર સરપંચપદ માટે સામાન્ય મહિલાની બેઠક આવી છે ત્યારે ચાર-ચાર મહિલાએ ઉમેદવારી કરી છે, જેમાં કાવીઠા ગામની અને મુંબઈમાં મોડેલિંગ કરતી એશ્રા પટેલે પણ સરપંચપદ માટે ઉમેદવારી કરી છે.

એશ્રા પટેલ વર્ષોથી મોડેલિંગ કરે છે અને અત્યારસુધીમાં તે પોંડ્સ, પેંટિન, પ્રોવોગ, એશિયન પેઇંટ્સ, રેમંડ શૂટિંગ્સ જેવી લગભગ 100 કરતાં પણ ઊંચી બ્રાન્ડ્સને પ્રમોટ કરી ચુકી છે. ‌‌‌‌‌તેણે શાહરુખ ખાન સાથે ફેર એન્ડ હેન્ડસમ અને અમિતાભ બચ્ચન સાથે કેન્સર અવેરનેસ માટે પણ મોડેલિંગ કર્યું છે.

તેણે આ ચૂંટણી માટે કેમ ઝંપલાવ્યું એ અંગે પૂછતાં જણાવ્યું હતું કે હું દુનિયાના ઘણા દેશમાં ફરી છું. ડેવલપમેન્ટ દુનિયાભરમાં છે તો મારા ગામમાં કેમ નહિ ? એટલે મને થયું કે મારે કાંઈક કરવું જોઈએ.અને નોંધનીય છે કે એશ્રાના પિતા નરહરિ પટેલ પણ ગામના સરપંચ રહી ચૂક્યા છે તેમજ તા.પં.ના સભ્ય અને એપીએમસી, બોડેલીના પણ ચેરમેન રહી ચૂક્યા છે. જ્યારે તેમનાં માતા મીનાક્ષીબેન એક ગૃહિણી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.