કંપનીનો દાવો છે કે 1 કિલોમીટરમાં તેનો ખર્ચ માત્ર 23 પૈસા આવે છે અને સિંગલ ચાર્જ પર 95 કિમીની રેન્જ ઓફર કરે છે.
દેશભરમાં લોકો પેટ્રોલના વધતા ખર્ચથી પરેશાન છે. ત્યારે આ સ્થિતિમાં દેશમાં ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં વધારો થયો છે. લોકો મોટી સંખ્યામાં ઈલેક્ટ્રિક વાહનો તરફ વળ્યા છે.અને જો તમે પણ આવું વિચારતા હો તો તમારા માટે પેટ્રોલ વાહનની તુલનામાં ઈલેક્ટ્રિક વાહન વધારે સસ્તા રહશે.
આજે અમે તમને એવી ઈલેક્ટ્રિક મોટર સાઇકલ અંગે જણાવવા જઈ રહ્યા છીએ જે માત્ર 23 પૈસામાં 1 કિલોમીટર ચાલે છે. આ ખર્ચ કોઈપણ પેટ્રોલથી ચાલતી મોટર સાઇકલ કરતાં ઘણો ઓછી છે. તેથી તમે પેટ્રોલ પર ખર્ચ થતાં પૈસાની બચત કરી શકો છે. કંપનીનો દાવો છે કે 1 કિલોમીટરનો ખર્ચ માત્ર 23 પૈસા જ આવે છે અને સિંગલ ચાર્જમાં 95 કિલોમીટરની રેન્જ ઓફર કરે છે.
કંપનીના દાવા અનુસાર આ મોટર સાઇકલ 115 રૂપિયામાં કુલ 500 કિલોમીટરની ડ્રાઇવિંગ રેન્જ આપશે. આ બાઇક Joy e bike monster છે. જેમાં 72 V, 39 AH લિથિયમ આયન બેટરી છે. 1500વોટની ડીસી બ્રશલેસ હબ મોટર છે. તેને ફૂલ ચાર્જ થવામાં 5 થી 5.5 કલાક લાગે છે. ફૂલ ચાર્જ થયા બાદ Joy e bike Monster ઈલેક્ટ્રિક બાઇકની ડ્રાઇવિંગ રેંજ 95 કિલોમીટરની છે.
એક વખત બેટરી ફૂલ ચાર્જ થવામાં 3.3 યૂનિટ વીજળી ખર્ચ થાય છે. તેની ટોપ સ્પીડ 60 કિમી પ્રતિ કલાક છે. ઈલેક્ટ્રિક બાઇકની એક્સ શો રૂમ કિંમત 98,666 રૂપિયા છે. બજારમાં તેનો મુકાબલો Komaki MX3, Komaki M-5 તથા Revolt Motors RV 400 જેવી ઈલેક્ટ્રિક મોટર સાયકલ સાથે છે. આ ઉપરાંત અનેક એવા ઈલેક્ટ્રિક સ્કૂટર છે, જે સારી ડ્રાઇવિંગ રેન્જ આપે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.