કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રોનનાં કારણે દેશ અને દુનિયામાં ચિંતા વધી રહી છે. ભારતમાં ઓમિક્રોનનાં કારણે કોવિડ-19 થી સંક્રમિત લોકોની સંખ્યા 60 થી પણ ઉપર પહોંચી ગઈ છે.
ઓમીક્રોન મુદ્દે આ તમામ ચિંતાઓ અને અટકળો વચ્ચે કોવિડ પેનલનાં પ્રમુખ ડો.વી.કે.પૉલ દ્વારા મંગળવારે એક સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે નવા વેરિયન્ટની સામે વેક્સિન અપ્રભાવી હોય શકે છે. તેમણે કહ્યું હતું કે ભારત પાસે વેક્સિનનું એવું પ્લેટફોર્મ પણ હોવું જોઈએ કે જે વાયસના બદલતા સ્વરૂપની સાથે સાથે ત્વરિત અનુકૂલન સાધી શકે.
ઉદ્યોગ સંગઠન સીઆઇઆઇ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કરતાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું હતું કે આશા છે કે ભારતમાં કોવિડ-19 સંક્રમણ, ધીમે ધીમે ઓછી થઈ રહ્યું છે. અમુક વિસ્તારોમાં મધ્યમ અને ઓછા સ્તરે સંક્રમણ ફેલાઈ રહ્યું છે.
આપણા માટે એ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે આપણને તાત્કાલિક અનુકૂલન સાધી શકે તેવી રસી આપણી પાસે હોય અને આપણે આપણી જાતને એ માટે તૈયાર રાખવી જોઈએ. બદલાતી પરિસ્થિતિ અનુસાર આપણે વેક્સિનમાં ફેરફાર પણ કરી શકીએ. પરંતુ આ દર ત્રણ મહિને કરવું શક્ય નથી. હા આ વસ્તુ દર વર્ષે કરી શકાય એવું શક્ય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.