વ્હોટ્સએપે વોઇસ મેસેજના એક નવા ફીચરને રોલઆઉટ કરવાનું શરૂ કર્યું છે. યુઝર્સને વોઇસ મેસેજ મોકલ્યા પહેલાં મેસેજ પ્રિવ્યૂ કરવાની ચોઈસ મળશે. આ અપડેટની મદદથી તમે ચેક કરી શકશો કે ઓડિયો વ્યવસ્થિત છે કે નહીં. જો તમને આ વોઇસ મેસેજ ના ગમે તો તેને ડિસ્કાર્ડ પણ કરી શકો છો અને શૅર કરવા માટે ફરીથી રેકોર્ડ કરી શકો છો
વ્હોટ્સએપ પર વોઇસ મેસેજ પ્રિવ્યૂ ફીચર ઈન્ડિવિડ્યુઅલ અને ગ્રુપ ચેટ એમ બંને માટે કામ કરે છે. આ ફીચર એન્ડ્રોઇડ અને iOS સહિત વેબ અને ડેસ્કટોપ સહિત પ્લેટફોર્મ માટે રોલઆઉટ કરવામાં આવ્યું છે.
વોઇસ મેસેજ પ્રિવ્યૂ ફીચર
મોબાઈલ ડિવાઇસ પર વોઇસ મેસેજ પ્રિવ્યૂ ફીચરનો યુઝ કરવા માટે વ્હોટ્સએપ ચેટમાં માઈક્રોફોન બટન પર ક્લિક કરો અને હેન્ડ્સ ફ્રી રેકોર્ડિંગ લોક કરવા માટે તેને ઉપરની તરફ સ્લાઈડ કરો. આનાથી એક ઇન્ટરફેસ મળશે જ્યાં તમને એક સ્ટોપ બટન અને એક ટ્રેશ કૅન દેખાશે. તમે સ્ટોપ બટન ટેપ કરી શકો છો અને પછી વોઇસ મેસેજ શૅર કર્યા પહેલાં વોઇસ મેસેજ સાંભળવા માટે પ્લે બટન ટેપ કરી શકો છો.
જો તમને રેકોર્ડ કરેલો મેસેજ સરખો ના લાગે તો તમે ટ્રેશ કૅન પર ટેપ કરીને ડિલીટ કરી શકો છો અને તમે આને સેન્ડ બટન દબાવીને અલ્ટરનેટિવલી સેન્ડ પણ કરી શકો છો. કોન્ટેક્ટ્સને મોકલ્યા પહેલાં વોઇસ મેસેજ ડ્રાફ્ટ કરવાની અનુમતિ પણ મળે છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.