સાવરકુંડલામાં 50 વર્ષની મહિલા પર 4 નરાધમોએ સામૂહિક દુષ્કર્મ કર્યું

એક તરફ રાજ્ય સરકાર ગુજરાતમાં મહિલા અને બાળકીઓ સુરક્ષિત હોવાના દાવા કરે છે પરંતુ બીજી તરફ અવાર નવાર બળાત્કાર અને છેડતી જેવી ઘટનાઓ બને છે. ત્યારે વધુ એક સામૂહિક દુષ્કર્મની ઘટના સાવરકુંડલામાં સામે આવી છે. જ્યાં ચાર નરાધમોએ એક મહિલાને પીંખી નાખી હતી અને આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં જ નરાધમોની ધરપકડ કરી હતી.

રિપોર્ટ અનુસાર સાવરકુંડલાના લીખાળા ગામમાં એક પરપ્રાંતિય મહિલા ખેતરમાં બનાવેલી તેની ઓરડીમાં રહેતા હતા. તેઓ 50 વર્ષની ઉંમરના હતા. 50 વર્ષની મહિલા મૂળ મધ્યપ્રદેશની હતી અને તેને પોલીસ સ્ટેશનમાં સામૂહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં મહિલાએ ઉલ્લેખ કર્યો હતો કે, તે ખેતરમાં બનાવેલી ઓરડીમાં 11 ડિસેમ્બરના રોજ રાત્રે સૂતા હતા તે સમયે 9 વાગ્યાની આસપાસ સંદીપ ભીલ, રાજુ ડામોર, વિક્રમ ભીલ અને વજેરામ નામના ઈસમોએ તેમની ઓરડીનો દરવાજો ખખડાવ્યો હતો. તેથી મહિલાએ ઓરડીનો દરવાજો ખોલતાની સાથે જ તેઓ મહિલાને પોતાની સાથે ખેંચીને અન્ય ખેતરમાં લઈ ગયા હતા.

આ ચારેય નરાધમોએ 50 વર્ષની મહિલાને વિક્રમ નામના નરાધમે ભાગવી રાખેલી વાડીમાં લઈ ગયા હતા અને ત્યાં ચારેય નરાધમોએ રાત્રીના 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી આ 50 વર્ષની મહિલાને માર મારીને તેમની સાથે બળજબરીપૂર્વક સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ નરાધમો મહિલાને જગ્યા પર લઇ ગયા હતા તે જગ્યા પર કોઈની અવરજવર ન હતી. તેથી મહિલાએ પોતાના બચાવ માટે બૂમો પાડી હોવા છતાં પણ કોઇ મહિલાની મદદ કરવા માટે આવ્યું ન હતું. ઘટના સ્થળની આસપાસ દિવસ દરમિયાન થોડા લોકોની ચહલ પહલ રહે છે પણ રાત્રી આ વિસ્તાર સૂમસામ થઇ જાય છે. તેથી મહિલાની મદદ કરવા પણ કોઈ આવી શક્યું નહીં.

આ ઘટના બાદ ભોગ બનનાર 50 વર્ષીય મહિલાએ સમગ્ર મામલે સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં નરાધમો વિક્રમ ભીલ, સંદીપ ભીલ, રાજુ ડામોર અને વજેરામ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મહિલાની ફરિયાદ લઈને ચારેય નરાધમોની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં દુષ્કર્મના દોષિતોને કોર્ટ દ્વારા ફાંસી અથવા તો આજીવન કેદની સજા ફટકારવામાં આવી રહી હોવા છતાં પણ આ નરાધમો સુધારવાનું નામ લઇ રહ્યા ન હોય તેવું લાગી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.