લીવ ઈન રિલેશનનો આવ્યો કરૂણ અંજામ : વલસાડના કપરાડામાં યુવક-યુવતી વચ્ચે ઝઘડો થતા સમાધાન માટે પંચ બોલાવાયું અને એમાં યુવતીના પરિવારજનોએ હુમલો કરતા યુવકનું મોત

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના આસોલન ગામમાં લીવ ઈન રિલેશનમાં રહેતા યુવક પર યુવતીના પરિવારજનો દ્વારા હુમલો કરતા યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

સમાધાન માટે બોલાવાયેલા પંચની હાજરીમાં જ બનેલા આ બનાવને લઈને પોલીસ દ્વારા સાત શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના આસલોન ગામમાં લીવ ઈન રિલેશનમાં રહેતા એક યુગલ વચ્ચે ઝઘડો થતા યુવતીના પરિવારજનો દ્વારા સમાધાનના પ્રયાસો હાથ ધરાયા હતા. સમાધાન માટે પંચ બોલાવવામા આવ્યું હતું. પરંતુ, પંચની હાજરીમાં જ કોઈ કારણોસર યુવક અને યુવતીના પરિવારજનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા યુવતીના પરિવારજનોએ પંચની હાજરીમાં જ યુવક પર હુમલો કરી દીધો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. હુમલાની આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો.

યુવક પર હુમલો કરી મોત નિપજાવવાના પ્રકરણમમાં પોલીસ દ્વારા વીડિયો પરથી હુમલો કરનારા આ તમામ શખ્સોની ઓળખ મેળવવામા આવી હતી. અત્યાર સુધીમાં આ મામલે કુલ 7 શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામા આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.