જો તમારા WhatsAppમાં આવો મેસેજ આવે તો થઈ જાવ સાવધાન, નહીં તો થઇ જશે..?

આજકાલ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપનો ઉપયોગ ખુબ વધ્યો છે, આ કારણે સાયબર એટેક પણ વધી છે. કંપની પોતાના યૂઝર્સને સુરક્ષિત વાતાવરણ મળી રહે તે માટે અવાર નવાર નવા નવા અપડેટ રિલીઝ કરતી રહે છે,છતાં પણ ઘણીવાર કોઇપણ યૂઝર્સ સાયબર ક્રાઇમનો ભોગ બની શકે છે. કેમ કે આજકાલ લોકો વૉટ્સએપથી છેતરવા માટે અવનવી તરકીબો અપનાવી રહ્યાં છે, આમાની એક તરકીબ છે ફેક મેસેજ મોકલવાની છે………. જાણો કઇ રીતે થશે નુકસાન

વૉટ્સએપ સાયબર ઠગો તમારુ બેન્ક એકાઉન્ટ ખાલી કરવા માટે આ પ્રકારના મેસેજનો ઉપયોગ કરી રહ્યાં છે, સાયબર ક્રિમિનલ દ્વારા આજકાલ આ નવો રસ્તો અપનાવ્યો છે. મળતા રિપોર્ટ પ્રમાણે, વૉટ્સએપ પર અત્યારે ‘હેલો મમ્મી’ અથવા ‘હેલો પપ્પા’ કહીને કૌભાંડની શરૂઆત થઇ છે. યુનાઇટેડ કિંગડમમાં સાયબર ક્રિમીનલ આ પ્રકારના સંદેશાઓ દ્વારા WhatsAppનો ઉપયોગ કરતા લોકોને ટાર્ગેટ કરી રહ્યા છે અને તેમને તમારા ‘પુત્ર’ અથવા ‘પુત્રી’ને પૈસાની સખત જરૂર છે, એમ કહીને તરત જ પૈસા ટ્રાન્સફર કરવાનું કહે છે.

આ માત્ર યુકેમાં જ નહીં નથી પરંતુ ભારતમાં પણ આ પ્રકારના સાયબર ફ્રોડ થઈ રહ્યા છે. સ્કેમર્સ લોકોને છેતરવા માટે વોટ્સએપ પસંદ કરી રહ્યા છે. તેથી વોટ્સએપ અને મેસેન્જરના વપરાશકર્તાઓને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે અને આવો મેસેજ આવે ત્યારે તેમના પુત્ર અથવા પુત્રી અથવા એવી કોઈપણ વ્યક્તિ સાથે ક્રોસ ચેક કરવું કે શું તેને ખરેખર પૈસાની જરૂર છે કે કેમ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.