ભાજપ શાસિતના આ રાજ્યમાં મહિલાઓ માટે સરકારી નોકરીની સોનેરી તક, 9200થી વધુ મહિલાની કરાશે ભરતી

ભાજપ શાસિત રાજ્ય ઉત્તર પ્રદેશમાં જે મહિલા સરકારી નોકરીની શોધમાં હોય તેમના માટે કામની ખબર છે. ઉત્તર સરકારે મહિલાઓ માટે સરકારી નોકરી બહાર પાડી છે. (UPSSSC) તરફથી મહિલા હેલ્થ વર્કરના પદ પર વેકેન્સી બહાર પાડવામાં આવી છે.. જે મહિલા સરકારી નોકરીની ઈચ્છા રાખતી હોય તે હેલ્થ વર્કરના પદ માટે અરજી કરી શકે છે. ભરતી પ્રક્રિયા 15 ડિસેમ્બર 2021 થી શરૂ થઈ છે, જે કે 5 જાન્યુઆરી, 2022 સુધી ચાલશે.

UPSSSC  તરફથી બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન અનુસાર મહિલા હેલ્થ વર્કરની કુલ 9212 પદો પર ભરતી કરવામાં આવશે.. તથા અરજી પત્ર ફક્ત ઓનલાઈન દ્વારા જ જમા થઈ શકે છે. UPSSSC ની ઑફિશિયલ વેબસાઇટ upsssc.gov.in પર જઈને અરજી કરી શકાશે.

upsssc.gov.in ના પેજ પર Live Advertisementsની  નીચે ભરતીનું નોટિફિકેશન આપવામાં આવ્યું છે. આ નોટિફિકેશન પર ક્લિક કરો. એક નવું પેજ  ખૂલશે. જેમાં અરજી કરવાની લિંક પણ આપવામાં આવી છે.તો આ લિંક ખોલો અને અરજીપત્ર ભરો.

આ ભરતી ઉત્તર પ્રદેશમાં આરોગ્ય વિભાગ માટે બહાર પાડવામાં આવી છે. આ ભરતીના માધ્યમથી કુલ 9212 પદો ભરવામાં આવશે. જનરલ કેટેગરી માટે ઉમેદવારો માટે 4865 બેઠકો, ઓબીસી વર્ગમાં 1660 બેઠકો, ઈડબ્લ્યુએસ વર્ગમાં 921 બેઠકો, એસસી કેટેગરી માટે 1346 બેઠકો અને એસટી વર્ગ માટે 420 બેઠકો છે. આ માટે  જે મહિલાની ઉંમર 18 થી 40 વર્ષ વચ્ચે હશે તે અરજી કરી શકશે. પગારધોરણ 21,700 રૂપિયાથી 69,100 રૂપિયા રહેશે. અને અરજી ફી 25 રૂપિયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.