2001માં રીલિઝ થયેલી અનિલ કપૂરની ફિલ્મ નાયક સૌ કોઈને યાદ હશે. તે ફિલ્મમાં અનિલ કપૂર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનેલો. નાયક ફિલ્મમાં અનિલે જે પાત્ર ભજવેલું, તેને તેના કરિયરનું શ્રેષ્ઠ પાત્ર ગણવામાં આવે છે. હાલમાં મહારાષ્ટ્રમાં BJP અને શિવસેના વચ્ચે સરકાર બનાવવાની ખેંચતાણ ચાલી રહી છે. એવામાં લોકોને અનિલ કપૂરની યાદ આવી રહી છે.
અનિલ કપૂરના એક ફેને ટ્વીટર પર માંગ કરી છે કે, મહારાષ્ટ્રનો કોયડો ઉકેલાતો ન હોય તો અનિલ કપૂરને જ મુખ્યમંત્રી બનાવી દો. જેના પર અનિલે પોતે સારો એવો રિસપોન્સ આપ્યો છે.
ફેનના આ ટ્વીટનો જવાબ આપતા અનિલ કપૂરે લખ્યું, હું નાયક જ ઠીક છું.
અનિલના આ જવાબ પર તેના ચાહકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યૂઝરે લખ્યું, વિજય ગુપ્તા હું તમારા વિચારોથી સંમત છું. તો અન્ય એકે લખ્યું, પહેલા તે રિજેક્ટ કરશે પછી તે શપથ લેશે. તો અન્. લખે છે, જો જયલલીતા મુખ્યમંત્રી બની શકે છે તો તમે કેમ નહિ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.