ગુજરાતના આ શહેરમાં શાંતિ અને સલામતી માટે પોલીસ કમિશ્નર દ્વારા હથિયારબંધી જાહેરનામું લાગુ થયું જાણો..

સુરત શહેરમાં શાંતિ અને સલામતી જળવાય રહે તેવા આશયથી પોલીસ કમિશ્નર અજય તોમરે એક જાહેરનામા દ્વારા પોલીસ કમિશ્નર હકુમત વિસ્તારમાં તા.17/12/2021 થી તા.31/12/2021 દરમિયાન હથિયારબંધી ફરમાવવામાં આવી છે. શસ્ત્રો, દંડા, લાકડી, લાઠી, તલવાર, ભાલા, સોટા, ખંજર, ચપ્પા તથા શારિરીક હિંસા પહોંચાડવામાં ઉપયોગ થઇ શકે તેવી બીજી ચીજો લઇ જવા કે અન્ય રીતે સ્વ-બચાવના ચોકકસ કારણો સિવાય સાથે રાખીને ફરવા તથા પરવાનાવાળા હથિયારો લઇ જાહેર જગ્યાઓએ જવા, હવામાં ફાયર કરવા તેમજ સામાજીક મેળાવડા, ધાર્મિક સરઘસ કે વ્યકિતઓના સમુદાયમાં લઇ જવા તેમજ કોઇપણ શરીરને હાનિકારક અથવા સ્ફોટક પદાર્થ લઇ જવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પત્થરો અથવા બીજા શસ્ત્રો અથવા ફેંકવાના અથવા નાખવાના યંત્રો અથવા સાધનો લઇ જવા એકઠા કરવા નહી.

રેમ્બો છરા/ચપ્પુ લાવવા અથવા રાખવા કે વેચાણ કરવા, સળગતી અગર સળગાવેલી મશાલ સરઘસ સાથે રાખવા નહી. વ્યકિત અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા પુતળા બાળવા/લટકાવવા, દેખાડવા કે પુતળાને ફાંસી આપવી નહી., જાહેરમાં અન્ય લોકોને ત્રાસ થાય તે રીતે બુમ પાડવા, ગીતો ગાવા તથા વાદ્ય વગાડવા નહી. જે છટાદાર ભાષણ આપવાથી, ચાળા પાડવાથી અથવા નકલ કરવાથી તથા ચિત્રો, નિશાનીઓ, જાહેર ખબરો અથવા બીજા કોઇ પ્રદાર્થ વસ્તુ તૈયાર કરવાથી, દેખાડવાથી અથવા તેનો ફેલાવો કર્યાંથી આવા અધિકારીના અભિપ્રાય પ્રમાણે સુરુચિ અથવા નીતિનો ભંગ થતો હોય અથવા જેનાથી રાજ્યની સલામતી જોખમાતી હોય અથવા જેને પરિણામે રાજ્ય ઉથલી પડવાનો સંભવ હોય તેવાં છટાદાર ભાષણ આપવાની, તે ચાળા વિગેરે કરવાની અથવા તે ચિત્રો, નિશાનીઓ વિગેરે તૈયાર કરવાની, દેખાડવાની અથવા તેનો ફેલાવો કરવો નહી.

અપવાદ તરીકે ફરજ પરની વ્યકિતઓને મુકિત આપવામાં આવી છે અને આ હુકમનો ભંગ કરનાર કરનાર શિક્ષાને પાત્ર થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.