કર્ણાટક વિધાનસભાના ભૂતપૂર્વ સ્પીકર અને કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય કેઆર રમેશ કુમારે ગુરુવારે વિધાનસભામાં ખૂબ જ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.
તેમણે વિવાદ ઊભો કરતી એક ટિપ્પણી કરતા કહ્યું હતું કે ‘જ્યારે બળાત્કાર થવાનો જ છે, તો સૂઈ જાઓ અને મજા કરો’.
વરસાદ અને પૂરથી થયેલા નુકસાનને લઈને વિધાનસભામાં ચર્ચા થઈ હતી. જેમાં અનેક ધારાસભ્યો પોતપોતાના વિસ્તારના લોકોની હાલત મુકવા માંગતા હતા.
આ સેશન દરમિયાન વિધાનસભાના અધ્યક્ષ વિશ્વેશ્વર હેગડે કાગેરી પાસે સમય ઓછો હતો અને ધારાસભ્યો વિસ્તરણની વિનંતી કરી રહ્યા હતા ત્યારે તેમણે 6 વાગ્યા સુધીમાં ચર્ચા પૂરી કરવી પડી હતી.
કાગેરીએ હસીને કહ્યું કે હું એવી સ્થિતિમાં છું જ્યાં મારે મજા કરવી પડશે અને હા હા કરવી પડશે. બરાબર છે વાંધો નહીં. મને તો લાગે છે કે મારે પરિસ્થિતિને નિયંત્રિત કરવાનું બંધ કરવું જોઈએ અને વ્યવસ્થિત રીતે કાર્ય આગળ વધવું જોઈએ. મારે દરેકને કહેવું જોઈએ કે તમે તમારી વાત ચાલુ રાખો.
તેમણે કહ્યું કે તેમની એક જ ફરિયાદ છે કે ગૃહનું કામકાજ નથી થઈ રહ્યું. પૂર્વ મંત્રી KR Ramesh Kumar (રમેશ કુમારે) દરમિયાનગીરી કરી અને કહ્યું કે એક કહેવત છે કે ‘જ્યારે બળાત્કાર થવાનો જ છે ત્યારે સૂઈ જાઓ અને મજા કરો’. તમે બરાબર એ જ સ્થિતિમાં છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.