રાજ્યમાં ટ્રાફિકના નીયામનો ભંગ કરતા લોકોના ઘરે પોલીસ દ્વારા ઈ-મેમો મોકલવામાં આવી રહ્યા છે. પણ ઘણા લોકો ઈ-મેમોની ભરપાઈ કરવામાં મોડું કરતા હોય છે અથવા તો કેટલાક લોકો ઈ-મેમો ભરતા નથી. ત્યારે ભૂજમાં પણ લોકો ટ્રાફિકના નિયમોનું લોકો પાલન કરે છે કે નથી કરતા તેની નજર પોલીસ દ્વારા નેત્રન વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાના માધ્યમથી રાખવામા આવી રહી છે. જે લોકો ટ્રાફિકના નિયમોનો ભંગ કરે છે તેમને ઈ-મેમો આપવામાં આવે છે. પણ ઘણા લોકો ઈ-મેમોની ભરપાઈ કરતા નથી. આ માત્ર એક શહેરની કે જિલ્લા નહીં પણ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓની સમસ્યા છે. તેથી રાજ્ય સરકાર દ્વારા ઈ-મોની ભરપાઈ ન કરતા વાહન ચાલકો સામે તવાઈ બોલાવવા માટે ઈ-વર્ચ્યુઅલ કોર્ટ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
રિપોર્ટ અનુસાર ભૂજમાં લોકો કાયદાનું પાલન કરે તે 15 ઓગસ્ટ 2020થી શહેરના 19 પોઈન્ટ પર 209 CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે અને આ CCTV કેમેરાના માધ્યમથી નિયમ ભંગ કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં ભૂજમાં નિયમ ભંગ કરતા 27,164 વાહન ચાલકોને ઈ-મેમો ભરવાની તસ્દી લીધી નથી. આ વાહન ચાલકોએ 1.36 કરોડનો દંડ ભરવામાં આળસ દાખવી છે. તેથી હવે આવા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે. માત્ર ભૂજમાં જ નહીં પણ રાજ્યના અન્ય શહેરોમાં પણ ઈ-મેમો નહીં ભરનાર ઉપર સરકાર તવાઈ બોલાવશે.
જે રીતે દિલ્હી અને બેંગ્લોરમાં નિયમ ભંગ કરનાર લોકો સામે ઈ-વર્ચ્યુઅલ કોર્ટમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે તે પ્રકારે ગુજરાતમાં પણ સરકારે ઈ-વર્ચ્યુલ કોર્ટ શરૂ કરવાની યોજના બનાવી છે અને જેમાં જે વાહન ચાલકોના નામ પર ઈ-મેમો ઈશ્યુ થશે તેની વિગત ડાયરેકટ કોર્ટને આપવામાં આવશે. આ કેસનો લોક અદાલતની જેમ જ નિકાલ કરવામાં આવશે. એવી પણ મહિતી સામે આવી રહી છે કે, ઈ-વર્ચ્યુલ કોર્ટની યોજના વર્ષ 2022થી અમલમાં મૂકવામાં આવી શકે છે.
ઈ-મેમો ઈશ્યુ થયા બાદ 30 દિવસના સમયમાં વાહન ચાલક દંડ નહીં ભારે તો તેની સામે NC ગુનો દાખલ કરીને તેને કોર્ટમાં હાજર કરવામાં આવશે ત્યારબાદ કોર્ટ વાહન ચાલક સામે સજા નક્કી કરશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.