માર્કેટ માં એવો મોબાઈલ કેમેરો આવ્યો જેનાથી જોઇ શકાશે કપડાંની આરપાર, કઇ કંપનીના ફોનમાં છે આ ફિચર, જાણો વિગત

સ્માર્ટફોનની દુનિયામાં જુદીજુદી કંપનીઓ પોતાના ગ્રાહકોને વધારવા માટે અવનવા ફિચર્સ પોતાના મોબાઇલમાં આપી રહી છે,ઘણા બધા ફિચર્સ એવા હોય છે, જે યૂઝર્સના કામને આસાન અને જિંદગીને વધુ અનુરુપ બની જાય છે. ખાસ અને સ્પેશ્યલ ફિચર આપવાની લ્હાયમાં ચીની કંપની મોટી મુશ્કેલીમાં ફસાઇ ગઇ છે. કેમકે કે તેનો પોતાના મોબાઇલમાં ન્યૂડ કેમેરા ફિચર્સ આપી દીધુ છે.

ચીની જાણીતી કંપની વનપ્લસે એક એવો મોબાઇલ બનાવ્યો છે, જેના કેમેરાથી કપડાંની આરપાર જોઇ શકાય છે. આ ફિચરને લઇને કંપની વિવાદોમાં પણ સપડાઇ છે. ખરેખરમાં કંપનીએ પોતાના OnePlus 8 Pro ના સેલને બૂસ્ટ કરવા માટે તેના કેમેરામાં આવુ ગજબનુ ફિચર જોડી દીધુ હતુ, જે ઇન્ફ્રારેડ લાઇટનો ઉપયોગ કરતુ હતુ. OnePlus 8 Proનો કેમેરા ઈન્ફ્રારેડ લાઈટનો ઉપયોગ કરતો હતો અને પ્લાસ્ટિક તથા અન્ય વસ્તુઓની આરપાર જોઈ શકાતું હતું.

મળતા રિપોર્ટમાં પ્રમાણે, આ ફિચરને લઇને લોકોના પ્રાઇવસી ખતરામાં મુકાઇ હોવાની વાત સામે આવી અને કંપની વિવાદોમાં ઘેરાઇ ગઇ હતી. કેમ કે આ ડિવાઈસના કેમેરાએ કપડાની આરપાર જોવાનું શરૂ કર્યું હતુ. હકીકતમાં કંપનીએ આ ફોનના કેમેરાને કપડા પર ટેસ્ટ કરીને જોયું નહોતું. પણ લોકોએ જ્યારે તેને અપનાવ્યું નહીં તો, કંપનીએ નવા અપડેટ દ્વારા ફોનમાંથી આ ફિચરને હટાવી દીધું. આ ફિચર માટે Shenzhen Companyએ ચીનના સોશિયલ મીડિયા એપ Weibo પર એક નિવેદન જાહેર કરીને માફી માગી હતી. વળી, કેટલાય યુઝર્સે આ ફોન પરથી આવા ફોટો પાડીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હતા. જેમાં તેમના કપડાની આરપાર દેખાઈ રહ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.