રાજ્યમાં અલગ-અલગ શહેરોમાં મસાજ પાર્લર કે પછી સ્પાની આડમાં દેહ વ્યાપાર થઇ રહ્યો છે અને આવા કિસ્સાઓ અવાર નવાર સામે આવે છે. ત્યારે ભાવનગરમાં ઘોઘા સર્કલ નજીક આવેલા વાઘાવાડી રોડ અને સરિતા સોસાયટીની આસપાસમાં આવેલા કેટલાક સ્પામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાની વિગતો મળી રહી છે.
રિપોર્ટ અનુસાર ભાવનગરમાં ઘોઘા સર્કલ વિસ્તારમાં એક બિલ્ડીંગમાં સ્પા સેન્ટર ચાલી રહ્યું છે અને આ બિલ્ડીંગની ગટર વારંવાર ઉભરાય છે. ત્યારે સ્થાનિક લોકોએ ગટરને સાફ કરાવવાનો નિર્ણય કર્યો. જ્યારે આ ગટર સાફ કરવામાં આવતી હતી તે સમયે તેમાંથી મોટી માત્રમાં યુઝ થયેલા કોન્ડોમ મળી આવ્યા હતા. આ કોન્ડોમના જથ્થાના કારણે ગટર વારંવાર ઉભરાતી હોવાનું સામે આવ્યું છે. તેથી સ્થાનિક લોકોને શંકા ગઈ કે આ સ્પાની આડમાં ગેરકાયદેસર ધંધો ચાલી રહ્યો છે. તેથી ફ્લેટના માલિકોએ દુકાનના માલિકને પણ આ બાબતે જાણ કરી છે.
તો સ્પા સેન્ટરમાં કામ કરતી એક યુવતીએ જણાવ્યું હતું કે, આ કામ અમે અમારી મજબૂરીમાં કરીએ છીએ અને કોઈ ગ્રાહક આવીને ખાસ સર્વિસ માગે તો તેને અમારે સર્વિસ આપવી પડે છે અને આવી સુચનાઓ અમને આપવામાં આવે છે.
ગ્રાહક જ્યારે સ્પામાં જાય છે ત્યારે તેની પાસે રહેલો મોબાઈલ અને પાકીટ સહિતનો સામાન લોકરમાં મૂકવામાં આવે છે. તો કેટલાક સ્પામાં સાદી સ્પાના 800થી 1000 રૂપિયા, ઓઈલ સ્પાના 1200થી 1500 રૂપિયા, જેલ સ્પાના 1500 રૂપિયા,અને હોટ સ્પાના 3000થી 3500 રૂપિયા, થાઈ સ્પાના 3000થી 4000 રૂપિયા લેવમાં આવે છે અને આ સ્પા દરમિયાન જો ગ્રાહક ખાસ સર્વિસની માગણી કરી તો તેની પાસેથી 2500થી 5000 રૂપિયા લઇને તેને ખાસ સર્વિસ પણ આપવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.