હેડક્લાર્કની પરીક્ષા રદ કરવામાં આવી ફરી માર્ચમાં લેવાશે પરીક્ષા ગૃહરાજ્ય મંત્રી ની જાહેરાત..

ત્રણ ગ્રુપમાં પેપર સોલ્વ કરાવામાં આવ્યા હતા ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાના પેપર લીક કેસમાં ત્રણ દિવસ સુધી સતત તપાસ ચાલી . પોલીસે પહેલા શકમંદોને પકડવાનું કામ કર્યું અને પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ . પેપર ફૂટ્યાના પહેલા દિવસે જ 6 લોકોને પકડી લેવામાં આવ્યા હતા , એક જ જિલ્લામાં ત્રણ ગ્રુપમાં પેપર સોલ્વ કરાવાયા હતા અને આ વિશે હર્ષ સંઘવીએ પત્રકારોને કહ્યું હતું કે આ કેસમાં અત્યારસુધીમાં 10 માંથી 6 લોકોની ધરપકડ કરાઈ છે.

જેમાં મહેશ પટેલ , ચિંતન પટેલ , કુલદીપ પટેલ , ધ્રુવ પટેલ , દર્શન વ્યાસ , સુરેશ પટેલની ધરપકડ કરાઈ છે.24 થી વધારે પોલીસની ટીમ કાર્યરત હતી. ગુનામાં પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં સરકાર તરફથી 406 , 406 , 409 , 120 હેઠળ ગુનો દાખલ કરાયો છે . 186 જગ્યા પર ભરતી યોજાઈ હતી કોરોનાને કારણે સરકારી નોકરીની ભરતીમાં પણ વિલંબ થયો હતો . હેડ ક્લાર્કની 186 જગ્યા માટે યોજાયેલી પરીક્ષામાં રાજ્યભરનાં 6 શહેરમાં 782 કેન્દ્રમાં પરીક્ષા લેવાઈ હતી , જેમાં 88 હજાર જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી , જે અગાઉ કોરોનાને કારણે મોકૂફ રખાઈ હતી . પરીક્ષા માટે અમદાવાદ , ગાંધીનગર , વડોદરા , સુરત , રાજકોટ અને જામનગરમાં કેન્દ્ર ફાળવવામાં આવ્યાં હતાં .

જેથી હાલ માં આ પરીક્ષા રદ કરવામાં આવી છે અને ફરી માર્ચમાં પરીક્ષા લેવામાં આવશે તેવી જાહેરાત ગૃહરાજ્યમંત્રી દ્વારા પત્રકાર પરિષદ યોજી જાણ કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.