આજે ક્રિસમસ અને ન્યૂ યરની ઉજવણીને ધ્યાનમાં લઈ વલસાડ જિલ્લા પોલીસ અત્યારથી જ એક્શન મોડમાં જોવા મળી હતી. આ દિવસોમાં સંઘ પ્રદેશ દમણ, સેલવાસ અને મહારાષ્ટ્રથી ગુજરાતમાં મોટા પ્રમાણમાં ઘુસાડતા દારૂ પર ગુજરાત પોલીસે ચાંપતી નજર બનાવી બેઠી છે. તો વલસાડ જિલ્લાને લાગતી તમામ સંઘ પ્રદેશ દમણ, સેલવાસ અને મહારાષ્ટ્રની બોર્ડર પર 24 કલાક ચુસ્ત ચેકિંગ ચાલુ કરી દેવામાં આવ્યું છે અને સાથે જ પોલીસ બંદોબસ્તમાં વધારો કરવામાં આવ્યો છે.
આજે ક્રિસમસ અને ન્યૂ યરની ઉજવણીને ધ્યાનમાં લઈ વલસાડ જિલ્લા પોલીસ અત્યારથી જ એક્શન મોડમાં જોવા મળી હતી. આ દિવસોમાં સંઘ પ્રદેશ દમણ, સેલવાસ અને મહારાષ્ટ્રથી ગુજરાતમાં મોટા પ્રમાણમાં ઘુસાડતા દારૂ પર ગુજરાત પોલીસે ચાંપતી નજર બનાવી બેઠી છે. તો વલસાડ જિલ્લાને લાગતી તમામ સંઘ પ્રદેશ દમણ, સેલવાસ અને મહારાષ્ટ્રની બોર્ડર પર 24 કલાક ચુસ્ત ચેકિંગ ચાલુ કરી દેવામાં આવ્યું છે. સાથે જ પોલીસ બંદોબસ્તમાં વધારો કરવામાં આવ્યો છે.
ન્યૂ યર આવતાની સાથે જ ગુજરાતમાં દારૂની માંગ વધી જતી હોય છે. ત્યારે બુટલેગરો દ્વારા પણ ગુજરાતમાં વધુ પ્રમાણમાં દારૂ આવે તે માટે અલગ અલગ રીતે ગુજરાતમાં દારૂ લાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ગુજરાતમાં દારૂ ઘુસાવતા બુટલેગરો ઉપર લાલ આંખ કરવામાં આવી છે. ગુજરાતમાં લવાતા દારૂને રોકવા વલસાડના જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલા દ્વારા તમામ પોલીસ સ્ટેશનોને તથા અન્ય સર્વેલન્સ ટીમને તાકીદ કરી દેવાઈ છે. આ સાથે જ જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે.
ગુજરાતમાં લાવવામાં આવતા દારૂને અટકવાનો પ્રયાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ દ્વારા બોર્ડર ઉપર લગાવવામાં આવેલા કેમેરાઓ દ્વારા સતત વોચ રાખી બુટલેગરોના તમામ પ્રયાસો નિષ્ફળ કરવામાં આવી રહ્યાં છે તો તમામ શંકાસ્પદ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.