ભારતને અડીને આવેલા અરબ સાગરમાં AK-47ની મોટી દાણચોરી પકડાઇ છે અને અમેરિકાની નૌસેનાએ કહ્યું કે પેટ્રોલિંગ દરમ્યાન ઉત્તરી અરબ સાગરમાંથી 1400 AK-47 અને મોટી માત્રામાં દારૂગોળા જપ્ત કરવામાં આવ્યા છે. આ રાઇફલ્સ એક માછલી પકડવાની બોટમાં છુપાવવામાં આવી હતી.
ચોંકાવાનારી વાત એ હતી કે આ બોટ કોઇ પણ દેશમાં રજિસ્ટ્રેMન વગર સમુદ્રમાં ફરી રહી હતી. અમેરિકન નૌસેનાએ દાવો કર્યો છે કે દાણચોરી થઇ રહેલી રાઇફલ્સ યમનમાં હુતી વિદ્રાહોઓને મોકલવામાં આવી રહી હતી. એવી શંકા વ્યકત કરવામાં આવી રહી છે કે તેનું ઉત્પાદન ઇરાનમાં કરવામાં આવ્યું હતું.
યુ.એસ. નૌસેનાના અધિકારીઓએ જણાવ્યું હતુ કે આ જહાજ કોમર્શિયલ શિપિંગ અને તેમના નેવિગેશનને જોખમ મુકશે તેવી આશંકા હતી. એવામાં આદેશ મળવાને કારણે, જહાજમાંથી ક્રુ મેમ્બર્સ અને હથિયારોને હટાવ્યા પછી આ જહાજને સમુદ્રમાં ડુબાડી દેવામાં આવ્યું હતુ.
આ વર્ષે 11 ફેબ્રુઆરીના રોજ યુ.એસ. ગાઇડેડ મિસાઇલ વિનાશક યુએસએસ વિસ્ટર્ન એસ ચર્ચિલે આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ, સોમાલિયાના દરિયા કિનારે એક સ્ટેટસેલ જહાજમાંથી હથિયારોનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. તેમાં AK-47 એસોલ્ટ રાઇફલ્સ, લાઇટ મશીનગન, રોકેટ- પ્રોપેલ્ડ ગ્રેનેડ લોન્ચર અને હેવી સ્નાઇપર રાઇફલ્સ સહિત અનેક બીજા હથિયારો મળ્યા હતા.
અમેરિકી નૌસેના અધિકારીઓના જણાવ્યા અનુસાર અરબ સાગરના ઉત્તરી વિસ્તારમાં યુએસએસ ટેમ્પેસ્ટ અને યુએસએસ ટાઇફૂન જયારે દરિયમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે માછલી પકડવા વાળી એક બોટ નજરે પડી હતી. આ બોટ પર કોઇ પણ દેશનો ધ્વજ લહેરાતો નહોતો. સમુદ્રી ટ્રાફીક પર નજર રાખ્તી સંસ્થાઓ પાસે પણ આ બોટનું કોઇ રજિસ્ટ્રેન નહોતું. એવામાં આ શંકાસ્પદ બોટની અમેરિકન નૌસેનાના જવાનોએ તપાસ કરી તો 1400 AK-47 એસોલ્ટ રાઇફલ્સ અને 2,26,00 રાઉન્ડ દારૂગોળો પણ મળી આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.