ડાંગમાં 9 નરાધમોએ સગીરાનું અપહરણ કરી પ્રેમી અને તેના બે મિત્રોએ કર્યું દુષ્કર્મ…

ગુજરાતના ડાંગ જિલ્લામાં 14 વર્ષની સંગીરા સાથે સામૂહિક બળાત્કારની ઘટનાને લઇને પોલીસ દ્વારા સમગ્ર મામલે ગુનો નોંધીને આ બાબતે છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આ ઉપરાંત ત્રણ સગીરોને પણ પકડવામાં આવ્યા છે. બળાત્કારની ઘટના બે મહિના પહેલા બની હતી. પણ હવે આ મામલો સામે આવ્યો છે. સગીરાના એક સંબંધીએ સોશિયલ મીડિયા પર સગીરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોયો હતો. તેમને જણાવ્યું હતું કે, દુષ્કર્મ કરતા સમયે નરાધમોએ આ વીડિયો ઉતાર્યો હતો અને ત્યારબાદ તેને સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો.

પોલીસ દ્વારા આ બાબતે કહેવામાં આવ્યું હતું કે, આહવા તાલુકામાં એક સગીરા પર સૌથી પહેલા તેના એક મિત્રએ દુષ્કર્મ આચર્યું. ત્યારબાદ સગીરા જ્યારે એક લગ્ન સમારોહ પૂર્ણ કરીને તેની બાજુના ગામમાંથી ઘરે આવતી હતી ત્યારે સગીરાના મિત્ર અને તેના આઠ અન્ય સાથીઓ મળીને સગીરાને જંગલમાં લઇ ગયા હતા. તે સમયે બે ઇસમોએ સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું.

પોલીસે આ મામલે વધુમાં જણાવ્યું હતું કે, જે આરોપીઓ છે તેમાં 6 આરોપી 20થી 22 વર્ષની ઉંમરના છે અને અન્ય ત્રણ આરોપીઓ જે પકડાયા છે તે સગીર વયના છે. પોલીસ દ્વારા એમ પણ કહેવામાં આવ્યું હતું કે, આ ઘટના બની તે સમયે એક આરોપીએ તેના મોબાઈલમાં આ ઘટનાનો વીડિયો ઉતાર્યો હતો. જ્યારે કેટલાક લોકો ઘટના સ્થળ નજીક આવી રહ્યા હતા તે સમયે આ તમામ ઇસમો ડરીને ભાગી ગયા હતા.

અધિકારીએ જણાવ્યું હતું કે, આ તમામ ઇસમોએ ભાગતા હતા તે સમયે તેમને સગીરાને ધમકી આપી હતી કે અને તે આ ઘટના બાબતે કોઈને જાણ ન કરે. તેથી આ બાબતે સગીરા બે મહિના જેટલો સમય ચૂપ રહી હતી. પણ જ્યારે સગીરાના એક સંબંધીએ સગીરાનો દુષ્કર્મનો વીડિયો જોયો ત્યારે આ મામલે સગીરાના પરિવારના સભ્યોએ માહિતી મળી હતી. આ મામલે સગીરા અને તેના પરિવારના સભ્યોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ 23 ડિસેમ્બરના રોજ ફરિયાદ દાખલ થઇ છે.

પોલીસે જણાવ્યું છે કે, તમામ આરોપીની ધરપકડ 24 ડિસેમ્બરના રોજ કરી લેવામાં આવી હતી. આ આરોપીમાં ત્રણ સગીર છે. તેમને જામીન મળી ચૂક્યા છે. 6 લોકો સામે કાર્યવાહી કરીને તેને રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. આ મામલે આરોપીઓ સામે 376(D), 506(2), 120(B) અને 144ની કલમ અનુસાર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.