પંજાબ-હરિયાણા હાઇકોર્ટે હિંદુ યુવક સાથે લગ્ન કરનારી 17 વર્ષની મુસ્લિમ કન્યાની સુરક્ષા સાથે સંકળાયેલી અરજીનો સ્વીકાર કરતાં જણાવ્યું હતું કે કન્યા યૌન પરિપક્વતા હાંસલ કરી ચૂકી છે. તેવા સંજોગોમાં તે પોતાની પસંદગીના સાથી સાથે લગ્ન કરવા માટે સ્વતંત્ર છે અને હાઇકોર્ટે માલેરકોટલા એસસપીને દંપતીને સુરક્ષા પૂરી પાડવાના આદેશ કર્યા છે.
હાઇકોર્ટમાં અરજી દાખલ કરતાં દંપતીએ જણાવ્યું હતું કે કુટુંબીજનોથી વિરુદ્ધ જઇને બંનેએ લગ્ન કરેલા છે અને બંનેની જાનને ખતરો છે અને અરજીમાં એમ જણાવી સુરક્ષાની માગણી કરવામાં આવી હતી કે મુસ્લિમધર્મ મુજબ યૌનપરિપક્વતા હાંસલ કર્યા પછી યુવક કે યુવતી લગ્નને પાત્ર માનવામાં આવે છે.
હાઇકોર્ટે સુનાવણી હાથ ધરતાં સ્પષ્ટતા કરી હતી કે પ્રિન્સિપલ ઓફ મોહમેડન લૉ મુજબ 15 વર્ષની કન્યા યૌન પરિપક્વતા હાંસલ કર્યા પછી લગ્ન માટે યોગ્ય માનવામાં આવે છે અને આ કેસમાં કન્યાની ઉંમર 17 વર્ષ છે. કન્યાએ કુટુંબીજનોની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા છે. માત્ર તે કારણે કન્યાને તેના બંધારણીય અધિકારોથી વંચિત ના રાખી શકાય અને હાઇકોર્ટે અરજીનો સ્વીકાર કરતાં હવે માલેરકોટના એસએસપીને આદેશ આપ્યા છે કે દંપતીની સુરક્ષા સુનિશ્ચિત કરવા બદલ યોગ્ય પગલાં લેવામાં આવે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.