આજે વહેલી સવારે હરિયાણા ના અંબાલા-દિલ્હી હાઈવે પર ત્રણ ટુરીસ્ટ બસો વચ્ચે સર્જાયેલા અકસ્માત માં પાંચ લોકો ના કરૂણ મોત થયા છે અને 10 લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ કટરાથી દિલ્હી જઈ રહેલી 3 ટુરિસ્ટ ડીલક્સ બસો સવારે 3 વાગ્યે એકબીજા સાથે અથડાઈ ગઈ હતી. આ અકસ્માત હીલિંગ ટચ હોસ્પિટલ પાસે થયો હતો.
પ્રાથમિક અહેવાલો મુજબ આગળ જઈ રહેલી બસે બ્રેક મારતાં પાછળ આવી રહેલી બન્ને બસો એકબીજાની સાથે ટકરાઈ ગઈ હતી.
જ્યારે અકસ્માત સર્જાયો ત્યારે મુસાફરો બસમાં સુઈ રહ્યા હતા,
અકસ્માતમાં 44 વર્ષીય મીના દેવી,રહે છત્તીસગઢ,21 વર્ષીય રાહુલ રહે ઝારખંડ,53 વર્ષીય રોહિત,રહે છત્તીસગઢ, 22 વર્ષીય પ્રદીપ રહે ખુશી નગર ઉત્તર પ્રદેશ અને અન્ય એક મુસાફર નું મૃત્યુ થયું છે જયારે ઇજાગ્રસ્ત મુસાફરો ને જિલ્લાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે અને અકસ્માતની માહિતી મળતા, પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને બહાર કાઢ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.