વડોદરા નજીક આવેલા દેણા ગામમાં અનુસૂચિત જાતિના સ્મશાનના ખાતમુહૂર્ત દરમિયાન બે કોમનાં ટોળાં આમને સામને આવી જતાં મામલો ગરમાયો હતો. જોકે, ઘટના ની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને બંને પક્ષ વચ્ચે સમજાવટ કરીને મામલો થાળે પડ્યો હતો. ફરિયાદમાં ડો.આંબેડકરનો ફોટો તોડી નાખ્યાે હોવાના આક્ષેપ સાથે મહેન્દ્ર મગનભાઇ વણકરે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પાંચ વ્યક્તિઓ ની અટકાયત કરવામાં આવી હતી..
પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું કે, ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, જિલ્લા પંચાયતના અધ્યક્ષ અશોક પટેલ સહિત આગેવાનો હાજર હતા ત્યારે ઇમરાન ગુલાબ પઠાણ, મન્સુરખાન બાદરખાન પઠાણ, મોહસીન કાદરખાન પઠાણ, મુન્ના કરીમભાઇ પઠાણ, એહમદ રઝાક હઝરત તથા અલ્તાફ અનવર પઠાણ સહિતના શખ્સોએ આવીને માથાકૂટ કરી ઝપાઝપી કરી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ આદરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.