તેલંગણા -છત્તીસગઢના સરહદી વિસ્તારમાં ચાલી રહેલા નક્સલ વિરોધી અભિયાન માં 6 નક્સલી ઠાર

તેલંગણા અને છત્તીસગઢના સરહદી વિસ્તારોમાં પોલીસ અને CRPFના સંયુક્ત ઓપરેશનમાં છ નક્સલવાદીઓ માર્યા ગયા છે અને તેલંગાણાના ભદ્રડી કોઠાગુડેમ જિલ્લાના એસપી સુનિલ દત્તે જણાવ્યું કે બંને રાજ્યોના સરહદી વિસ્તાર કિસ્તારામ પીએસ સીમાના જંગલ વિસ્તારમાં નક્સલવાદીઓ સાથેની અથડામણમાં નક્સલવાદીઓ માર્યા ગયા છે. આ ઓપરેશનમાં તેલંગાણા પોલીસ, છત્તીસગઢ પોલીસ અને સીઆરપીએફના જવાનો સામેલ હતા.

નક્સલ વિરોધી અભિયાન સવારે લગભગ 10 વાગ્યા સુધી ચાલુ હતું અને પોલીસની ટીમો વિસ્તારની સ્થિતિ પર નજર રાખી રહી હતી. તેલંગાણા ગ્રે હાઉન્ડ્સ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું.

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે આ કાર્યવાહી તેલંગાણા ગ્રે હાઉન્ડ્સ અને નક્સલવાદીઓ વચ્ચે થઈ હતી. છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં પોલીસે બે ઈમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ (IEDs) રિકવર કર્યાના કલાકો બાદ આ સફળતા મળી છે.

જિલ્લામાં નક્સલ વિરોધી કામગીરીમાં રોકાયેલા સુરક્ષા કર્મચારીઓને ટાર્ગેટ કરવા માટે આઈઈડી લગાવવામાં આવ્યા હતા. સમાચાર એજન્સીના રિપોર્ટ મુજબ, નક્સલી તત્વો જિલ્લામાં સુરક્ષા કર્મચારીઓને નિશાન બનાવીને આઈઈડી લગાવી રહ્યા છે, કારણ કે તેઓ અબુજમાદ અને બસ્તર વિસ્તારોમાં સ્થાનિક લોકોનું સમર્થન ગુમાવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.