સુરતમાં ટ્રાફિક નિયમનો યુવતીએ કર્યો ભંગ, પોલીસે ફટકાર્યો 4700નો દંડ

આજથી સમગ્ર રાજયમાં નવા ટ્રાફિકના નિયમો લાગુ કરી દેવામા આવ્યા છે. ત્યારે સુરતમા વહેલી સવારથી 70 જેટલા પોઇન્ટ પર ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ વાહનચાલકો ટ્રાફિકના નિયમોનુ પાલન કરે છે

સુરત: આજથી સમગ્ર રાજયમાં નવા ટ્રાફિકના નિયમો લાગુ કરી દેવામા આવ્યા છે. ત્યારે સુરતમા વહેલી સવારથી 70 જેટલા પોઇન્ટ પર ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ વાહનચાલકો ટ્રાફિકના નિયમોનુ પાલન કરે છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામા આવી રહી છે. ત્યારે કેટલાક એવા અપવાદરુપ કિસ્સામા પોલીસ અને વાહન ચાલકો વચ્ચે જીભાજોડી થવાના પણ બનાવો સામે આવ્યા છે.

સુરતમા પણ પોલીસ કમિશનર કચેરીની બહારથી જાનવી વાલેરા નામની યુવતી એકટીવા પર પસાર થઇ રહી હતી. દરમિયાન એસીપી હરેશ મેવાડા દ્વારા તેમની એકટિવા અટકાવવામા આવી હતી. એસપી દ્વારા ગાડીમાં નંબર પ્લેટ, આરસીબુક, લાયસન્સ ન હોવાને લઇ દંડની રસીદ ફાળી હતી. જો કે જાનવી દ્વારા એસીપી સાથે જીભાજોડી કરવામા આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.