દેશમાં ઓમીક્રોનના વધી રહેલાં જોખમો વચ્ચે ઉત્તર પ્રદેશમાં થઇ રહેલી ચૂંટણી રેલીઓ અને રાત્રી કફર્યુ લગાવવા પર ભાજપના સાંસદ વરૂણ ગાંધીએ સવાલ ઉઠાવ્યો છે. વરૂણ ગાંધીએ કહ્યું કે આ સામાન્ય માણસના મગજ બહારની વાત છે. તેમણે ટવીટ કરીને કહ્યુ કે રાતમાં કફર્યુ લગાવવામાં આવી રહ્યો છે અને દિવસમાં રેલીઓમાં લાખો લોકોને બોલાવવામાં આવી રહ્યા છે.
કોવિડના વધી રહેલાં કેસોને ધ્યાનમાં રાખીને બીજા રાજ્યની જેમ ઉત્તર પ્રદેશમાં પણ રાક્ષે 11થી સવારે 5 વાગ્યા સુધી નાઇટ કફર્યું નાંખવામાં આવ્યો છે. તો બીજી તરફ ઉત્તર પ્રદેશનાં વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી થવાની છે એટલે ભાજપ સહિત બધા પક્ષના નેતાઓ ચૂંટણી રેલીઓ કરી રહ્યા છે. બધા જ જાણે છે કે ઉત્તર પ્રદેશની રાજકીય રેલીઓમાં લાખો લોકોની મેદની ભેગી થતી હોય છે. લાખો લોકો ભેગા થવાને કારણે કોરોનાનો કોઇ પ્રોટોકોલ જળવાતો નથી અને મોટાભાગના લોકો માસ્ક વગર જ રેલીમાં દેખાતા હોય છે. પરંતુ રાજકીય નેતાઓને ચૂંટણી ટાણે આ વાતથી કોઇ ફરક પડતો હોતો નથી.
આમ જોવા જઇએ તો વરૂણ ગાંધીની વાત લોજિકલ છે, કારણ કે રાજ્ય સરકારો કેન્દ્ર સરકારની સુચના મળે એટલે પ્રોટોકોલ અને નાઇટ કફર્યુનો નિયમ લાગુ પાડી દેતી હોય છે પરંતુ તેમના મનમાં લોકોના સ્વાસ્થ્યનું હીત દેખાતું નથી.અને નરેન્દ્ર મોદીએ તાજેતરમાં મનકી બાત કાર્યક્રમમાં માસ્ક પહેરવા પર ભાર મૂક્યો હતો, પરંતુ લોકો તો ઠીક એકેય રાજનેતા માસ્ક પહેરોલો નજરે પડતો નથી હોતો. લાખોની ભીડ ભેગી થતી હોય તો સોશિયલ ડીસ્ટન્સીંગ કેવી રીતે જળવાય શકે તે મોટો સવાલ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.