પંચમહાલમાં હાલોલની સગીરાને તેની બર્થ ડે પર વડોદરા લઈ જઈ પરાણે શરીરસુખ માણ્યું હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. સગીરાના મિત્રએ વડોદરા લઇ જઈ મિત્ર સાથે મળી દુષ્કર્મ કર્યું હતું. ગત નવેમ્બર મહિના દરમિયાનની ઘટના હોવાનું સામે આવ્યું છે અને વડોદરાના એક કાફેમાં લઇ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું. બંને યુવકોએ નશો કરી સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. જેથી હાલોલ પોલીસે બે યુવકો સામે પોકશો એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
હાલોલની 16 વર્ષીય સગીરા બર્થ ડે સેલિબ્રેશન માટે વડોદરાના સમા સ્થિત પિત્ઝા રેસ્ટોન્ટમાં મિત્રો સાથે આવી હતી અને અહીં પિત્ઝા સાથે કેફી પીણું પીવડાવ્યા બાદ રેસ્ટોરન્ટ ચલાવતા યુવકે હરણી પાસેની હોટલમાં લઈ જઈ કિશોરી સાથે દુષ્કર્મ કર્યું હતું. એટલું જ નહીં, હાલોલના યુવકે કારમાં પરત જતી વખતે દાવડા પાસે કારમાં જ દુષ્કર્મ ગુજાર્યું હતું. સગીરાની ફરિયાદને આધારે પોલીસે બંનેની ધરપકડ કરી લીધી છે.
ગત 17 નવેમ્બરે બર્થડે સેલિબ્રેટ કરવા કારમાં વડોદરાના સમા સ્થિત પિત્ઝા રેસ્ટોરન્ડમાં સગીરા સહિત 6 યુવક-યુવતી આવ્યા હતા. પિત્ઝા સ્ટોરના સંચાલક સાથે એક મિત્રે તમામની ઓળખાણ કરાવી હતી અને તમામે પિત્ઝા સાથે પીણું પીધું હતું. સગીરા અને સાથે અન્ય મિત્રો કારમાં હરણી પાસે આવેલી હોટલમાં ગયાં હતાં.
સગીરાને બે મિત્રો પરાણે રૂમમાં ળઈ ગયા હતા. જેમાંથી એકે પરાણે સગીરા સાથે શરીરસુખ માણ્યું હતું. તેમજ કોઈને કહેશે તો મારી નાંખવાની ધમકી આપી હતી. આ પછી તેઓ મોડી રાત્રે કારમાં હાલોલ આવ્યા હતા. દરમિયાન સગીરાને ઘરે મૂકવા જતી વખતે અન્ય એકે પરાણે કારમાં જ શરીરસુખ માણ્યું હતું. તેમજ આ પછી તેને ઘરે મૂકીને જતો રહ્યો હતો.
આ પછી ગત 19 ડિસેમ્બરે એક નરાધમે સગીરાને ફોન કરી મળવા વડોદરા બોલાવી હતી અને નહીં આવે તો સ્ક્રિનશોટ વાયરલ કરવાની ધમકી આપી હતી. આથી સગીરા વડોદરા જતાં તેને નરાધમ એક રૂમ પર લઈ ગયો હતો અને અહીં બે દિવસ સુધી તેની સાથે પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. તેમજ ત્રીજા દિવસે તેને ગોલ્ડન ચોકડી મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘરે પહોંચેલી સગીરાની પરિવારે પૂછપરછ કરતાં સમગ્ર પ્રકરણ સામે આવ્યું હતું. આ પછી સગીરાએ આરોપીઓ સામે પોલીસ ફરિયાદ કરતાં બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.