એક માસ પૂર્વે ગીર સોમનાથના દરિયામાં ફુંકાયેલ તોફાની પવનમાં ભારે ખુવારી સર્જાય હતી અને આ સમયે વેરાવળ બંદરના પાંચ ખલાસી માછીમારો સાથેની સિઘ્ઘી વિનાયક નામની ફાયબર હોડી દરિયામાં માછીમારી કરવા ગયેલા હતા ચોરવાડના દરિયામાં લાપતા બની હતી. જેને લઇ કોસ્ટગાર્ડ, મરીન પોલીસ સાથે માછીમારોએ શોઘખોળ હાથ ઘરેલ પરંતુ પત્તો લાગેલ ન હતો. જે ફાયબર હોડી ગઇકાલે દરિયામાં માછીમારી કરી રહેલ પોરબંદરની બોટએ મચ્છી પકડવા દરિયામાં નાંખેલ જાળમાં સિઘ્ઘી વિનાયક બોટ ફસાઇ આવતા તેને દરિયાકિનારે લાવી તપાસ કરતા વેરાવળની ગુમ થયેલ ફાયબર હોડી હોવાનું સામે આવ્યુ હતુ. જો કે આ બોટમાં રહેલા પાંચેય માછીમારોનો કોઇ પતો ન મળ્યો હોવાથી તેના પરિવારો સાથે માછીમારોમાં ચિંતાની લાગણી પ્રસરી ગઇ હતી.
એક માસ પૂર્વે ગીર સોમનાથના દરિયામાં ફુંકાયેલ તોફાની પવનમાં ભારે ખુવારી સર્જાય હતી. આ સમયે વેરાવળ બંદરના પાંચ ખલાસી માછીમારો સાથેની સિઘ્ઘી વિનાયક નામની ફાયબર હોડી દરિયામાં માછીમારી કરવા ગયેલ ચોરવાડના દરિયામાં લાપતા બની હતી. જેને લઇ કોસ્ટગાર્ડ, મરીન પોલીસ સાથે માછીમારોએ શોઘખોળ હાથ ઘરેલ પરંતુ પત્તો લાગેલ ન હતો. જે ફાયબર હોડી ગઇકાલે દરિયામાં માછીમારી કરી રહેલ પોરબંદરની બોટએ મચ્છી પકડવા દરિયામાં નાંખેલ જાળમાં સિઘ્ઘી વિનાયક બોટ ફસાઇ આવતા તેને દરિયાકિનારે લાવી તપાસ કરતા વેરાવળની ગુમ થયેલ ફાયબર હોડી હોવાનું સામે આવ્યુ હતુ. જો કે આ બોટમાં રહેલા પાંચેય માછીમારોનો કોઇ પતો ન મળ્યો હોવાથી તેના પરિવારો સાથે માછીમારોમાં ચિંતાની લાગણી પ્રસરી ગઇ હતી.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે નવેમ્બર માસના અંતિમ દિવસોમાં ગીર સોમનાથ જીલ્લાના વાતાવરણમાં પલટો આવ્યા બાદ અરબી સમુદ્રમાં તોફાની પવનો ફુંકાયા હતા. જેમાં નવાબંદરમાં ભારે ખાનાખરાબી સર્જાઇ હતી. એ સમયે વેરાવળના જમનાબેન ચુનીલાલ વણિકની માલિકીની સિઘ્ઘિ વિનાયક નામની ફાયબર બોટ લઈને પાંચ માછીમાર ખલાસીઓ માછીમારી કરવા દરિયામાં ગયા હતા. આ બોટ નિયત સમયે પરત આવવાના બદલે તા.30/11/21 ના રોજ અરબી સમુદ્રમાં મીની વાવાઝોડા જેવા ફુંકાયેલા તોફાની પવનના કારણે ચોરવાડ નજીકના દરિયામાં લાપતા બની હતી. ત્યારે બોટમાં રહેલ રાઘવ વેલજી ચોરવાડી, કાલીદાસ કરશન વણીક, મોહન હરજી ચોરવાડી, ચુનીલાલ ધનજી ભેંસલા, કાલીદાસ દેવજી કોટીયા સહિતના પાંચેય ખલાસીઓ પણ લાપત્તા બન્યા હતા.
જેથી લાપતા બોટ અને ખલાસીઓ અંગે બોટ માલિકે બોટ એસોસિએશન મારફત સુરક્ષા એજન્સીઓને જાણ કરતા કોસ્ટગાર્ડ, મરીન પોલીસે સ્પીડ બોટ અને હેલીકોપ્ટર દ્રારા જયારે સ્થાનીક માછીમારોએ પોતાની ફીશીગ બોટો થકી દરિયામાં ઘણા દિવસો સુઘી સર્ચ ઓપરેશન હાથ ઘર્યુ હતુ પરંતુ તેમ છતાં આજ દિન સુધી લાપતા ફાયબર બોટ અને ખલાસીઓનો કોઈ પતો લાગ્યો ન હતો. દરમ્યાન ગઇકાલે માંગરોળ નજીક દરિયામાં માછીમારી કરી રહેલ પોરબંદરની એક ફીશીગ બોટએ મચ્છી પકડવા માટે દરિયામાં જાળ બિછાવી હતી. જે જાળમાં દરિયામાં 200 ફૂટ નીચે વેરાવળની લાપતા બનેલ સિઘ્ઘિ વિનાયક નામની ફાઈબર બોટ ફસાઈ આવી હતી. આ બોટ દરિયામાં વીસેક ફૂટ નીચે હોવાનું માછીમારોએ જણાવેલ છે. બાદમાં આ બોટને પોરબંદર બંદરે લાવી બોટ એસો.ના હોદેદારો મારફત વેરાવળમાં રહેતા બોટ માલિકને તથા સુરક્ષા એજન્સીને જાણ કરી હતી.
આ મામલે વેરાવળ બોટ એસો.ના પ્રમુખ તુલસીભાઇ ગોહેલએ જણાવેલ કે, વેરાવળની લાપતા બોટ મળી આવતા તેને અત્રે લાવવામાં આવી છે. અહીં મરીન પોલીસ દ્રારા કાર્યવાહી હાથ ઘરી છે અને જયારે બોટમાં રહેલ પાંચેય ખલાસીઓની કોઇ ભાળ ન મળી હોવાથી તેમના પરિવારો ચિંતીત બન્યા છે. એક માસ જેવો સમય વિત્યા બાદ પણ લાપતા ખલાસીઓની કોઇ જાણકારી મળી નથી. ત્યારે પાંચેય ખલાસીઓ તેમના પરીવારનું ગુજરાન ચલાવવાના એકમાત્ર આઘાર સ્તંભ હોવાથી સરકાર પાંચેય પરીવારોની મદદ કરે તેવી ગુહાર માછીમાર સમાજમાંથી ઉઠી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.