ડોનાલ્ડ ટ્રમ્પ: ન્યુયોર્કમાં લોકોએ મને ઘણો પ્રેમ આપ્યો છે, પરંતુ અહીંના નેતાઓએ મને પરેશાન કર્યો છે.

વોશિંગ્ટન: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમનું કાયમી નિવાસ સ્થાન બદલવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે શુક્રવારે ટ્વીટ કરી કહ્યું હતુ કે ફ્લોરિડાના પામ બીચ પર આવેલ 1600,પેન્સિલવેનિયા એવેન્યુ હવે તેમના પરિવારનું કાયમી નિવાસ સ્થાન હશે. ટ્રમ્પે કહ્યું હતું કે ન્યુયોર્કના લોકોએ તેમને ઘણો પ્રેમ આપ્યો છે, પરંતુ દર વર્ષ કરોડો ડોલર ટેક્સ આપવાછતાં રાજ્યના નેતાઓએ તેમની સાથે ખરાબ વર્તન કર્યું છે.

રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી ટ્રમ્પ વોશિંગ્ટનના વ્હાઈટ હાઉસમાં વસવાટ કરી રહ્યા છે. જોકે, કાયમી ધોરણે તેઓ અત્યાર સુધી ન્યુયોર્ક સ્થિત ટ્રમ્પ ટાવરમાં જ રહેતા હતા. ટ્વીટર પરનિવાસ સ્થાન બદલવાની જાહેરાત કરી ટ્રમ્પે કહ્યું હું આ નિર્ણય કરવા ઈચ્છો ન હતો, પરંતુ છેવટે આ જ યોગ્ય લાગ્યું. એક રાષ્ટ્રપતિ તરીકે હંમેશા ન્યુયોર્કની મદદ માટે હુંઉભો રહીશ. મારા હૃદયમાં હંમેશા ન્યુયોર્ક માટે ખાસ સ્થાન રહેશે.

ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી તેમની નીતિઓની સતત ટીકા કરનારા પ્રદર્શનકારીયોએ ન્યુયોર્ક સ્થિત ટ્રમ્પ ટાવરની બહાર દેખાવો શરૂ કરી દીધા હતા. તેને લીધે રાષ્ટ્રપતિને શહેરનાઅધિકારીઓ સાથે અનેક વખત વિવાદ થતો હતો. ટ્રમ્પના સ્થાયી નિવાસને બદલવા અંગેના ટ્વીટની સાથે જ ન્યુયોર્કના ગવર્નરે પણ ટ્વીટ કર્યું, સારું છૂટકારો મળ્યો. એવું નથી કે ફક્તડોનાલ્ડ ટ્રમ્પ જ અહીં ટેક્સ આપે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.