સોના મહાપાત્રાએ અનુ મલિક પછી હવે સોનુ નિગમ પર લગાવ્યો આરોપ

ગાયિકા સોના મહાપાત્રાએ (Sona Mohapatra) સિંગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડલ 11 (Indian Idol 11) માં જજ તરીકે અનુ મલિકની વાપસીનો ખુલીને વિરોધ કર્યો છે. તમને જણાવી દઇએ કે અનુ મલિક પર ગત વર્ષે સોના મહાપાત્રા, સિંગર શ્વેતા પંડિત સમેત કેટલીક મહિલાઓએ યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. #Metoo અભિયાન હેઠળ આ આરોપો એક પછી એક બહાર આવતા અનુ મલિકને ઇન્ડિયન આઇડલ 10ના જજની ખુરશી છોડવી પડી હતી. પણ ફરી એકવાર તે આ શોના જજની ભૂમિકામાં પાછા ફર્યા છે. તેવામાં સોના મહાપાત્રાએ ફરી આ વાતનો વિરોધ કર્યો છે. વધુમાં સોનાએ જાણીતા ગાયક સોનૂ નિગમ (Sonu Nigam)નું નામ પણ લીધુ છે. સોનાનો આરોપ છે કે સોનુ અનુ મલિકને સપોર્ટ કરી રહ્યા છે.

સોના મોહપાત્રાએ એક યુઝર્સ જવાબ આપતા આ વાતનો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે સિંગર સોનુ નિગમ કથિત રૂપે તેમના પતિ રામ સંપથને કોલ કરી પત્ની સોનાને કંટ્રોલમાં રાખવા માટે કહ્યું હતું. સોનાએ આ મામલે અનેક ટ્વિટ કર્યા છે. સોનાએ ટ્વિટ કરીને જવાબ આપતા કહ્યું કે અનુ મલિકને પબ્લિકમાં કેવી રીતે સપોર્ટ કરવું તેમાં સોનુએ મહારત મેળવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.