અમરોલી કાંસાનગર વિસ્તારમાં યુવકની હત્યાને મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. અજય રાઠોડ નામના યુવક ની હત્યા કરવામાં આવી હતી. અમરોલી પોલીસે 7 આરોપીની ધરપકડ કરી છે અને તલવાર અને ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરાઈ હતી. છોકરીની છેડતી બાબતે ચાલતા ઝગડામાં છોડવવા પડેલા યુવકની જ હત્યા કરી નાંખી હતી. અમરોલી પોલીસ ગણતરીના દિવસોમાં હત્યારાઓને ઝડપી પાડવામા આવ્યા છે. યુવતીને છેડતી બાબતે હત્યા કરવામાં આવી હોવાની વાત સામે આવી છે.
આ અંગેની મળતી વિગતો મુજબ સુરતનાં અમરોલી વિસ્તારનાં કાસા નગરમાં બે જૂથ વચ્ચેના આંતરિક ઝઘડામાં એક નિર્દોષનો ભોગ લેવાયો હતો અને ગત રવિવારે રાતે યુવતીને લઈ થયેલા ઝઘડામાં સમાધાન બાદ ફરી બન્ને એક ફળિયાના યુવકોએ બીજા ફળિયામાં ઘૂસીને મારામારી કરતા વૃદ્ધ સહિત ચાર જણાને ગંભીર ઇજા થઇ હતી. આ મારામારીનો અવાજ સાંભળી મૃતક અજય રાઠોડ ઘર બહાર નીકળતા એની ઉપર હુમલો થયો હતો અને લોહીલૂહાણ પડેલા અજયને 108ની મદદથી સ્મીમેર લવાતા મૃત જાહેર કરાયો હતો. મૃતક અજય રાઠોડ સફાઇ કર્મચારી હતો. અમરોલી પોલીસે સમગ્ર મામલે cctv ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરી હતી અને સાત આરોપીઓને પકડી પાડ્યા હતા.
ન્યુ કાસાનગર ખાતે રહેતા વિનોદ ઇશ્વર રાઠોડની માસી કોસાડ વિસ્તારમાં રહે છે. ન્યુ કાસાનગરનાર રહેતો વિશાલ ઉર્ફ વિકો મોહન રાઠોડ વિનોદની માસીની દીકરીને ફોન પર મેસેજ કરીને હેરાન કરતો હતો. આ મુદ્દે વિનોદની માસીના દીકરા સાથે વિશાલનો ઝગડો થયો હતો. જોકે, મહોલ્લાના લોકોના સમજાવવાથી સમાધાન થયું હતું. આ પછી રવિવારે રાત્રે વિશાલ અને તેની સાથે તેનો ભાઈ મુકેશ રાઠોડ, રાકેશ રાઠોડ તેના મિત્રો ચેતન,સાગર,અતુલ અને ચેતતના બે બનેવીઓ કમો તથા રાકેશ વિનોદની માસીના ઘરે આવીને માસી સાથે ઝગડો કરવા લાગ્યા હતા. આ ઝઘડામાં અજયનું મોત નીપજ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.