અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશનમાં અપહરણ અને ખંડણી અંગે ફરિયાદ નોંધાઈ છે. સરખેજમાં રહેતા અને રાણીપમાં કંસ્ટ્રક્શનનો વ્યવસાય કરતા કેવલ મહેતાનું અપહરણ કરાયું હતું અને અપહરણ કરીને કેવલ મહેતાને 6થી 7 લોકો સાણંદ લઈ ગયા હતા. તેમજ અશોક પટેલ નામના શખ્સે તેમની પાસેથી 3 કરોડની ખંડણી માંગી હતી. ત્યારે આ મામલે સરખેજ પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
તો પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ પણ આ કંસ્ટ્રક્શનનો વ્યસાયમાં રોકાણ કરનારા લોકો છે. તો આ રોકાણ કરેલા પૈસા પૈકીના તેમને લેવાના નીકળતા પૈસા 3 કરોડ રૂપિયા તેઓની પાસથી માંગ્યા હતા. તેવી ફરિયાદ ફરિયાદી દ્વારા કરવામાં આવી છે.
તો દેખીતી રીતે આ મામલો પૈસાની લેતીદેતીનો છે. આ વિવાદમાં કેવળ મહેતાનું અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારે માહિતી અનુસાર પ્રથમ તો ઓફીસ જવા નીકળેલા કેવળ મહેતાનું અકસ્માતનું નાટક રચીને તેમને ઇનોવામાં બેસાડીને લઇ ગયા અને સાણંદ પાસે લઇ જઈને માર માર્યો હોવાની ફરિયાદ સામે આવી છે. સાથે જ લાખના ચેક લખાવ્યા અને રોકડા ત્રણ લાખ પડાવ્યાની પણ ફરિયાદ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.