રેલીઓ ભારે પડી ! એક પછી એક કોરોના સંક્રમિત, વધુ એક ભાજપના દિગ્ગજ નેતાને કોરોના સંક્રમિત થયા…

ગુજરાતમાં સરકારની ત્રીજી લહેરની આશંકાઓની સાબિતી આપતા કોરોના કેસ હવે VIPની પડખે ચઢ્યા હોય તેમ ભાજપ નેતા ગોરધન ઝડફિયા કોરોના સંક્રમિત થયા છે અને કોરોના સંક્રમિત થતા જ ઝડફિયા હોમ આઇસોલેટ થયા છે. તેમણે પોતાના સંપર્કમાં આવેલ તમામને ટેસ્ટ કરવા સલાહ આપી છે. ઉલ્લેખનીય છે કે, ગુરુવારે સુરતના ચોર્યાસીના ધારાસભ્ય ઝંખના પટેલ કોવોના સંક્રમિત થયા હતા. બે દિવસ પૂર્વે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આજ કાર્યક્રમમાં ઉપસ્થિત મહા નગર પાલિકાના બે પદાધિકારીઓ પણ સંક્રમિત થતા ફફડાટ ફેલાયો હતો.

રવિવારે નદી મહોત્સવ અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતમાં હતા અને આ કાર્યક્રમ ઉપરાંત પણ અન્ય કાર્યક્રમ હતા. દરમિયાન આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સુરતના બે નેતાઓ કોરોના સંક્રમિત થતા સુરતમાં ફફડાટ ફેલાયો છે અને રાજ્યમાં સુરતમાં શનિવારે એક મોટી પાર્ટી,ઉપરાંત સાયક્લોથોન, નદી મહોત્સવ અને બોટાદમાં ક્રિકેટ ટુર્નામેન્ટના દૃશ્યો જોઈ સામાન્ય નાગરિકોને કોરોનાની કેન્દ્ર,રાજ્યની ગાઈડ લાઈન અને નેતાઓ દ્વારા થતા ‘સુસ્ત’પાલનથી આશ્ચર્ય થાય છે. સુરતના ડેપ્યુટી મેયર દિનેશ જોધાણી કોરોનાગ્રસ્ત થતા મહાપાલિકાના અન્ય કર્મીઓ અને ત્યાં ઉપસ્થિત નાગરિકોમાં દહેશત ફેલાઈ છે.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે રાજ્યમાં હજુ પણ 90 લાખ લોકો રસીકરણ વગરના છે જેથી હવે વેકસીનેશન પર વધુ ભાર આપી મેગા ડ્રાઈવ યોજવામાં આવશે અને ગુજરાત સરકારની કોઈ પણ કચેરીમાં જતાં પહેલા વેક્સિનના બંને ડોઝ લેવા ફરજિયાત છે. 31 ડિસેમ્બરે જે કોરોના ગાઈડલાઇન પૂર્ણ થતી હતી તે હવે 7 જાન્યુઆરી સુધી લંબાઈ દેવામાં આવી છે તેવી જાહેરાત પણ થઇ ચૂકી છે.વાયબ્રન્ટ સમિટ મુદ્દે આરોગ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાત વાયબ્રન્ટ સમિટ યોજાશે. વાયબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે દેશ અને દેશ બહારથી આવતા મહેમાનો માટે રસીકરણ અને RT-PCR ટેસ્ટ ફરજિયાત છે. તો RT-PCR ટેસ્ટ બાદ જ કામ કરતા તમામ કર્મીઓને વાયબ્રન્ટમાં જવાબદારી સોંપાઇ છે. તમામ નિયમોની જાળવણી સાથે વાયબ્રન્ટ સમિટ યોજાશે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.