રાજ્યમાં કોરોનાના કેસોમાં વધારો થયો છે તેવામાં રાજ્ય સરકારે હોસ્પિટલમાં બેડની સુવિધા વધારવા સહિતની તૈયારીઓ કરી છે. બીજી લહેર દરમિયાન રેલવે વિભાગે પણ કોવિડ આઈસોલેશન કોચ તૈયાર કર્યા હતા. હાલમાં તમામ કોચમાં ધૂળ જામી ગઈ છે, ગંદકી જોવા મળી રહી છે. કોચમાં રાખેલા ઓક્સિજન સિલિન્ડર ધૂળ ખાઈ રહ્યા છે અને કોચની બારીઓ પર લગાવેલી નેટ તૂટી ગઈ છે. બીજી લહેર વચ્ચે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા આઈસોલેશન કોચ ઉપયોગમાં લેવાયા નહોંતા પણ આ કોચની સિક્યોરિટી માટે પણ રેલવે વિભાગે કોઈ વ્યવસ્થા કરી નથી..
ત્રીજી લહેરની દસ્તક વચ્ચે રેલ મંત્રાલય દ્વારા બનાવાયેલા કોવિડ19 આઇસોલેશન કોચની રિયાલિટી ચેક કરતા રેલવે વિભાગની ઘોર બેદરકારી આવી સામે હતી અને કોરોનાના કેસો વધે, હોસ્પિટલમાં બેડ ખૂટી પડે એવા સમયે દર્દીઓને સારવાર મળે એ હેતુથી કેન્દ્ર અને રેલ મંત્રાલય દ્વારા ટ્રેનના કોચમાં કોવિડ19 આઇસોલેશન કોચ તૈયાર કરાયા હતા. 24 જેટલા કોચની આ કોવિડ 19 આઇસોલેશન કોચમાં માત્ર ધૂળ અને ગંદકીના થર જામેલા જોવા મળ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.