સરકારે જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે અને આ સુશાસન સપ્તાહના ત્રીજા દિવસે સુરેન્દ્રનગર સ્થિત મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રી મહેન્દ્ર મુંજપરા દ્વારા મોબાઈલ હેલ્થ યુનિટનું લોકાર્પણ કરાયું હતું અને આ ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ સુશાસન સપ્તાહની ઉજવણી અન્વયે સુરેન્દ્રનગર જિલ્લાના દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અર્બન હેલ્થ સેન્ટરમાં નિરામય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ગાંધી હોસ્પિટલ ખાતે મોતિયાના કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, લોકાર્પણ કરવામાં આવેલ મોબાઈલ હેલ્થ યુનિટ ધ્રાંગધ્રા, ચોટીલા અને થાનગઢ તાલુકાને ફાળવવામાં આવી છે અને આ તકે ધારાસભ્ય ધનજી પટેલ, જિલ્લા કલેકટર એ.કે ઔરંગાબાદકર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ચંદ્રમણી કુમાર, મુખ્ય તબીબી અધિકારી એચ. આર. પ્રજાપતિ સહિત આરોગ્ય વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.