રાજ્ય માં વેકશીન અભિયાન નો ટાર્ગેટ પૂરો કરવાની ઉતાવળ માં તંત્ર કેવા કેવા લોચા મારી રહ્યું છે તેનો દાખલો રાજકોટમાં જોવા મળ્યો છે જે ચોંકાવનારો છે.

રાજકોટમાં 8 માસ અગાઉ જેઓ નું અવસાન થયું છે તેવા મૃત વ્યક્તિએ 31 ડિસેમ્બર-2021ના રોજ વેક્સિનનો બીજો ડોઝ લીધાનો મેસેજ અને સર્ટિફિકેટ ઈશ્યૂ થતા મૃતક ના પરિવારજનો ને ખૂબજ નવાઈ લાગી હતી અને તંત્ર માં કેવા કેવા છબરડા ચાલી રહયા છે તે વાત સામે આવી છે.

રાજકોટના હરિલાલ કાનજીભાઈ પરમારે તારીખ 16 માર્ચ 2021ના રોજ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો.
ત્યારબાદ 22 એપ્રિલ 2021ના રોજ કોરોનામાં તેઓનું અવસાન થયું હતું પરંતુ તેના આઠ માસ બાદ 31 ડિસેમ્બર 2021ના રોજ મોબાઈલમાં બીજો ડોઝ લીધાનો મેસેજ આવે છે, એટલું જ નહીં વેક્સિનનો બીજો ડોઝ લીધાનું પ્રમાણપત્ર પણ ઈશ્યૂ થઇ જતા પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા.

રાજ્યમાં રસીકરણની પ્રક્રિયા માં ટાર્ગેટ પૂરો કરવામાં સ્વાસ્થ્ય કર્મચારીઓ રહ્યા છે તેનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં આઠ માસ પહેલા અવસાન પામેલા આધેડનું તાજેતરમાં જ વેક્સિનનો બીજો ડોઝ લીધો હોવાનું પ્રમાણપત્ર નીકળતા ભારે આશ્ચર્ય ફેલાયું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.