કોરોનાના વધતા કેસને લઈને સિનેમા, શાળા, લગ્ન અને પાર્લર અંગે જાણો પોલીસે શું કહ્યું

રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને દિવાળી પછી રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસો વધી રહ્યા છે જેથી કોરોનાના કેસ વધતા હોવાને લઈને હવે તબીબોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. તો બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા પણ તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સરકાર દ્વારા લોકોને સામાજિક અંતર અને માસ્કના નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવી રહ્યું છે અને આ ઉપરાંત લોકોને પણ કોરોનાની વેક્સીનના બંને ડોઝ લેવા માટે અપીલ કરવામાં આવી રહી છે. તબીબોનું કહેવું છે કે, જે લોકોએ કોરોનાએ વેક્સીનના બંને ડોઝ લીધા હશે તે જો કોરોના સંક્રમિત થશે, તો તેઓ સિરિયસ કન્ડિશન સુધી પહોંચશે નહીં અને આ ઉપરાંત ગુજરાત પોલીસ દ્વારા લોકોને કેટલીક અપીલ કરવામાં આવી છે.

રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસો વધતા ગૃહ વિભાગ પણ એક્શનમાં આવ્યો છે અને ગુજરાત પોલીસ દ્વારા હેર સલૂન, બ્યુટી પાર્લર, કોચિંગ ક્લાસ, સિનેમાઘરોને લઈને કેટલીક ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. જેમાં હેર સલૂન અને બ્યુટી પાર્લરને લઈને ગુજરાત પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે તમામ કામકાજ બાબતે સમયનું અને સરકારની સૂચનાઓનું પાલન કરવું અને કર્મચારીઓએ વેક્સીનના બંને ડોઝ મુકાવી લેવા. તેમજ ક્ષમતાના 50% ગ્રાહકોને દુકાનની અંદર પ્રવેશ આપવો અને તમામ કર્મચારીઓએ માસ્ક અને હાથ મોજા પહેરી રાખવા. આ ઉપરાંત ગ્રાહકો માટે સેનિટાઈઝરની વ્યવસ્થા પણ કરવી

લગ્ન પ્રસંગ બાબતે ગુજરાત પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે, પરિવાર તથા મહેમાનોએ કોરોનાની રસીના બંને ડોઝ મુકાવી લેવા અને 400 કરતાં વધારે લોકોને આમંત્રણ આપવું નહીં. વ્યવસ્થાને ગોઠવણીમાં 6 ફૂટની દૂરી સુનિશ્ચિત કરવી. મહેમાનો તથા પરિવારના સભ્યો માસ્કમાં પહેરવાનું ધ્યાન રાખવું અને તમામ લોકો માટે સેનિટાઈઝેશનની વ્યવસ્થા કરવી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.