લીકર રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ઈશુદાન ગઢવીએ સરકાર સામે કરી આ બે માંગ…

આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, 13 દિવસના જેલવાસ બાદ અમે પરત ફર્યા અને ત્યારે બીજે દિવસે મને મીડિયા દ્વારા જાણવા મળ્યું કે તમારો લિકર રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગુજરાતની જનતા સામે હું પૂરી પ્રામાણિકતા અને નિષ્ઠાથી એક વાત કહેવા માગું છું કે, મેં જિંદગીમાં ક્યારેય પણ દારૂ પીધો નથી. એ દિવસે કહેવામાં આવ્યું કે તમે લથડિયા ખાવ છો એટલે તમારો બ્લડ ટેસ્ટ કરાવવાનો છે. ત્યારે મેં પોલીસને કહ્યું કે, ચાલો પરંતુ મારી માગણી એ પણ છે કે, મારો એક રિપોર્ટ પ્રાઈવેટમાં પણ કરાવવામાં આવે. બાદ પોલીસે મને કહ્યું કે તમે ચિંતા ન કરો. મને સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો ત્યાં મારા બ્લડનો રિપોર્ટ કરવામાં આવ્યો અને ત્યારે મારી આંખોનો તપાસ કર્યો વાસ જોઈ.

ત્યારબાદ અમને લોકઅપમાં લઈ જવામાં આવ્યા.. પછી મેં મારા ભાઈઓને પૂછ્યું કે રિપોર્ટ ક્યારે આવશે. ત્યારે એમને મને જણાવ્યું કે, રિપોર્ટ મોડો આવશે 48 કલાક જેવું થઈ જશે. જેથી પોલીસે બ્રેથએનાલાઈઝરમાં મને ફૂંક મરાવી ન
ત્યારે પણ પોલીસે કહ્યું કે, તમારે ચિંતા કરવાની જરૂર નથી તમારો રિપોર્ટ નેગેટિવ છે.

વાત હવે ધક્કામુકીની છે. અમે જેલમાંથી છૂટ્યા બાદ મારો વીડિયો મેં જોયો છે અને DySP મને તેમની સાથે લઈને જાય છે. ત્યારે રાણા સાહેબે મને કહ્યું કે, ઈશુદાન ભાઈ તમે અહીંયા કેમ છો. ત્યારે મેં કહ્યું કે આ વિરોધ સિમ્બોલિક છે અને હું હોઉ છું. વિરોધ કરવો એ વિરોધ પક્ષનું કામ છે. ત્યારબાદ હું બેઠો હતો ત્યાં મારી પાછળથી ભાજપના કેટલાક નેતાઓએ મારા પર હુમલો કર્યો અને મને નીચે પાડી દીધો પરંતુ ત્યાંના SPએ મને પ્રમાણિકતાથી કોર્ડન કરી લીધો હતો અને આ ઘટનામાં ભાજપના નેતા SPને પણ માર્યું હતું.

ઈશુદાન ગઢવી વધુમાં જણાવ્યું હતું કે, સામાન્ય રીતે જ્યારે આવી ઘટના બને ત્યારે લોકોને ડીટેઇન કરીને છોડી દેવાઇ છે અને આ વિરોધની કોઈ પહેલી ઘટના નથી પરંતુ ભાજપ દ્વારા પણ કેટલાક વિરોધો અગાઉ કરવામાં આવ્યા છે. પણ અમારા વિરોધમાં ભાજપ દ્વારા કેટલીક કલમો લગાવવામાં આવી. ઘણા લોકોએ કહ્યું કે, ઈશુદાન ભાઈ તમારા પર ઘણી બધી કલમો લગાડવામાં આવી છે. ત્યારે મેં કહ્યું કે આ તેમનું કામ છે. એટલે એ લોકોએ જેટલો પણ દમન ગુજારવાની તૈયારી કરી તે અમે બધું સ્વીકાર્યું. અત્યારે વિપક્ષમાં છીએ એટલે આવા આક્ષેપો માટે અમે મનથી પણ તૈયાર છીએ. કારણ કે, મને ખબર છે કે ભારતીય જનતા પાર્ટી નિમ્ન કક્ષાની રાજનીતિ કરે છે. ટોળું 20 ફૂટ દૂર હોય ત્યારે તે બહેન દીકરીની છેડતી કઈ રીતે કરી શકે.

હું મારૂ બ્રેઇન મેપિંગ ટેસ્ટ કરાવવાની માગણી કરું છું અને મારી માગણી એવી છે જ્યાં ભાજપની સરકાર ના હોય ત્યાં મારો લાઈવ ડિટેક્ટર ટેસ્ટ થાય અને વીડિયો રેકોર્ડિંગ સાથે થાય. પણ અહીંયા ભાજપની સરકાર છે અને મેં જિંદગીમાં દારૂ નથી પીધો તો FSLમાં કઈ રીતે એવું આવે કે મેં દારૂ પીધો છે.

બીજી એવી માગણી છે કે મારું જે લોહી ભૂતકાળમાં લઈ જવામાં આવ્યું હતું ટેસ્ટ માટે તે લોહી સાચવીને રાખવામાં આવે અને અમે આ માટે પણ કાયદાકીય પ્રક્રિયામાં આગળ વધવા માંગીએ છીએ. પેપર લીક કાંડમાં લાખો રૂપિયા જેને લીધા છે તે મોટું માથું છે તે પકડાયુ નથી. તેની ચર્ચા થતી નથી પરંતુ ઈશુદાને દારૂ પીધો છે તેની ચર્ચા થાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.