સચિન તેંદુલકરે પસંદ કરી પોતાની ઓલટાઈમ ફેવરિટ પ્લેઇંગ XI અને જેમાં આ 4 ભારતીયને આપી જગ્યા

ભારત રત્ન અને ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા સચિન તેંદુલકરે પોતાની એક ટીમ તૈયાર કરી લીધી છે. પણ આ ટીમની ખાસ વાત એ છે કે, એમાં વિરાટ અને ધોનીને કોઈ સ્થાન મળ્યું નથી અને એક સમયે સચીન પોતાની બેટિંગથી સૌથી મોટા બોલરોને પણ હરાવી દેતા હતા. આ ક્રિકેટની દુનિયામાં સૌથી વધુ રેકોર્ડ સચિન તેંદુલકરના નામે છે અને સચિન તેંદુલકરની પ્લેઈંગ ઈલેવન વિશે જાણવા મળ્યું છે.

સચિન તેંદુલકરની પ્લેઈંગ ઈલેવનમાં ભારતીય ખેલાડીઓની વાત કરમાં આવે તો એમા વીરેન્દ્ર સેહવાગ, સુનીલ ગાવસ્કર, સૌરવ ગાંગુલી, હરભજનસિંહનો સમાવેશ થાય છે. સચિન તેંદુલકરે તેની બેસ્ટ ઈલેવનમાં ઓપનર તરીકે ભારતના વીરેન્દ્ર સેહવાગ અને સુનીલ ગાવસ્કરને સામેલ કર્યા છે. વેસ્ટ ઈન્ડિઝના બ્રાયન લારાને ત્રીજા નંબર પર સ્થાન આપવામાં આવ્યું છે અને ચોથા નંબર પર વેસ્ટ ઈન્ડિઝના વિવિયન રિચર્ડ્સને તેની ટીમમાં ચોથા નંબર પર રાખવામાં આવ્યો છે. મિડલ ઓર્ડરની વાત કરીએ તો સચિન તેંદુલકરે દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર જેક કાલિસને પાંચમા નંબર પર સ્થાન આપ્યું છે જ્યારે પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીને છઠ્ઠા નંબર પર રાખવામાં આવ્યા છે.

વિકેટકીપર માટે, સચિન તેંદુલકરે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીની પસંદગી કરી ન હતી, પરંતુ તેના બદલે ઓસ્ટ્રેલિયાના એડમ ગિલક્રિસ્ટને સાતમું સ્થાન આપ્યું હતું તેમજ બોલિંગની વાત કરીએ તો સચિને ઓસ્ટ્રેલિયાના મહાન લેગ સ્પિનર શેન વોર્નને યાદીમાં 8મું સ્થાન આપ્યું છે. પાકિસ્તાનના મહાન ફાસ્ટ બોલર વસીમ અકરમ 9મા સ્થાને છે. સચિનની પ્લેઈંગ ઈલેવનમાં ભારતના સ્પિનર હરભજન સિંહ 10મા સ્થાને છે. જ્યારે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રા 11મા ક્રમે છે.

ક્રિકેટ જગતના અનેક સિનિયર્સ ખેલાડીઓ પોતાની ટીમ તૈયાર કરી ચૂક્યા છે અને હવે સચીને આ ટીમ જાહેર કરી દીધી છે. જોકે, ચર્ચા એ વાતની છે કે, વિરાટ અને ધોનીને આ ટીમમાં કોઈ સ્થાન મળ્યું નથી. એના આ ઉપરાંત નવા ચહેરા પણ કોઈ નથી. તમામ અનુભવી પ્લેયર્સને સ્થાન આપવામાં આવ્યું છે. ખાસ કરીને ગાવસ્કર અને સેહવાગ પર ભરોસો વ્યક્ત કરવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.