સુરત : વહેલી સવારથી સુરત (surat) સહિત દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) અચાનક હવામાનમાં પલટા સાથે ધીમીધારે વરસાદ (Rain) શરૂ થયો છે. કાળા ડિંબાગ વાદળો વચ્ચે ઠંડા પવનો સાથે શરૂ થયેલા વરસાદને પગલે દક્ષિણ ગુજરાતમાં બાગાયતી (Horticuture) પાકો ચીકુ (chickoo) અને કેરી (Mango) પાકને (crop) મોટા પ્રમાણમાં નુકશાનની (Damages) આશંકા સેવાઈ રહી છે બીજી બાજુ ‘મહા’ વાવાઝોડાની અસર દરિયા કિનારા વિસ્તારને એલર્ટ આપવામાં આવ્યુ છે
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે મોડી સાંજે વાતાવરણમાં પલટો આવ્યા બાદ આજે વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. વરસાદ સાથે કાળા ડિબાંગ વાદળો વાતાવરણ ખુશનુમા બન્યું છે, સુરત શહેર જાણે હિલ સ્ટેશનમાં પરિવર્તિત થયું હોય તેવું લાગી રહ્યું છે. વરસાદ વચ્ચે ઠંડા પવનો ફૂંકાતા લોકોને વરસાદ સાથે ઠંડી ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે. જોકે, સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા વરસાદને લઇ દક્ષિણ ગુજરાતમાં શિયાળાની શરૂઆત થતાં ચીકુ અને કેરીના પાકને ફૂલો આવતા હોય છે પણ વરસાદને પગલે આ બન્ને પાકમાં વ્યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.