હવે માતાના 51 શક્તિપીઠોના દર્શન ગુજરાતમાં ઘરઆંગણે જ કરી શકશો જાણો ક્યારથી શરૂ થશે દર્શન??

ગુજરાતમાં પ્રસિદ્ધ ગિરનારની પરિક્રમાની જેમ હવે આવતા વર્ષથી દર્શનાર્થીઓ અંબાજીમાં બનાવવામાં આવેલા 51 શક્તિપીઠની પરિક્રમા કરી શકશે અને આ બન્ને પરિક્રમામાં અંતર માત્ર એટલું જ છે કે ગિરનારમાં પાંચ દિવસ થાય છે જ્યારે અંબાજીમાં ત્રણ થી ચાર કલાક થશે.

આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી જણાવવામાં આવ્યું છે કે અંબાજીમાં ભાવિકો આગામી માર્ચ 2022 પછી 51 શક્તિપીઠની પરિક્રમા કરી શકશે અને ગબ્બરના ડુંગર પર 51 શક્તિપીઠની પ્રતિકૃતિ વિકસાવવામાં આવી છે.

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના અધિકારીએ કહ્યું હતું કે તમામ કામગીરી પૂર્ણ થયા પછી શક્તિપીઠની પરિક્રમાની જાહેરાત કરાશે અને હાલ જર્જરીત થયેલા પગથિયાનું કામ ચાલી રહ્યું છે. આ શક્તિપીઠની પ્રતિકૃતિ પાછળ 61.57 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનો શિલાન્યાસ 2008માં કરવામાં આવ્યો હતો. પરિક્રમામાં ભક્તજનોને ત્રણ થી ચાર કલાકનો સમય લાગશે.

દેશ અને વિદેશમાં ફેલાયેલા તમામ શક્તિપીઠમાં કેવી રીતે પૂજા અને આરતી કરવામાં આવે છે તેની માહિતી મેળવવા માટે અંબાજીના પૂજારીઓને મોકલવામાં આવ્યા હતા અને આ શક્તિપીઠમાં પૂજા અને આરતી પણ કરવામાં આવશે તેમજ પુરાણોમાં શક્તિપીઠનું વર્ણન આવે છે અને તેની પરિક્રમા એ અશ્વમેઘ યક્ષ કરવા સમાન માનવામાં આવે છે.

ભારતમાં 51 પૈકી 42 શક્તિપીઠ આવેલા છે. 9 પૈકી બાકીના તિબેટમાં માનસરોવરના કિનારે માનસ, શ્રીલંકામાં આલંકા, નેપાળમાં ગંડકી અને ગુહેશ્વરી, પાકિસ્તાનમાં હિંગળાજ, બાંગ્લાદેશમાં સુગંધ, કર્તોયા, ચટ્ટલ અને યશોરા શક્તિપીઠ આવેલા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.