ગાંધીનગરમાં આરોગ્ય કમિશનરની કચેરીમાં ભારે ધમાચકડી સર્જાઈ હતી. આરોગ્ય કમિશનર સમક્ષ મહિલા આરોગ્ય કર્મચારીની બદલીને લઈ કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા કચેરીને માથા પર લઈ લેવામાં આવી હતી અને ત્યાર બાદ તેઓ કચેરીની બહાર જ ધરણા પર બેસી ગયા હતા.
મામલો હતો એક આરોગ્ય કર્મીની બદલીનો જેથી બાયડ બેઠકનાં કોંગ્રેસના ધારાસભ્ય જશુ પટેલે પ્રથમ બદલી માટે ખાસ્સી એવી રજૂઆત કરી હતી પણ યોગ્ય પ્રતિસાદ ન મળતા આખરે તેમણે ધરણાનું શરણ શોધ્યું હતું અને બાદમાં આરોગ્ય કમિશનર દ્વારા બદલી અંગે ધરણા પર બેઠેલા ધારાસભ્યને યોગ્ય કરવાની ખાતરી આપતાં તેમને ધરણાં આટોપી લીધા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.